આલુ ચાટ રેસીપી | Aloo Chaat ( Mumbai Roadside Recipes )

આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images.

આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બેબી બટાકામાંથી બનાવવામાં આવે છે, ભારતીય મસાલામાં મેરીનેટ કરીને તેલમાં સાંતળવામાં આવે છે અને મગ, સેવ, દહીં, લસણની ચટણી, મીઠી ચટણી અને લીલી ચટણી ઉપર નાખવામાં આવે છે. અમે આલુ ચાટમાં ચના દાલ ઉમેરી છે જે સરસ સ્વાદ આપે છે.

દિલ્હી આલુ ચાટ બટાકાને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે. અમે બેબી બટાકાને ઉકાળીને અને પછી તેને નોન -સ્ટીક તવા પર રાંધીને મુંબઈ રોડસાઇડ આલુ ચાટને સ્વસ્થ બનાવી છે.

Aloo Chaat ( Mumbai Roadside Recipes ) In Gujarati

This recipe has been viewed 4218 times



આલુ ચાટ રેસીપી - Aloo Chaat ( Mumbai Roadside Recipes ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ પ્લેટ માટે
મને બતાવો પ્લેટ

ઘટકો

મેરીનેટેડ બટાકા આલુ ચાટ માટે
૧ ૧/૪ કપ બાફીને છોલી લીધેલા અડધા નાના બટાટા
૩ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન આમચૂર
૨ ટીસ્પૂન ચણાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

આલુ ચાટ રેસીપી માટે અન્ય સામગ્રી
૧/૨ કપ જેરી લીધેલું તાજું દહીં
૨ ટીસ્પૂન લસણની ચટણી
૪ ટીસ્પૂન લીલી ચટણી
૨ ટેબલસ્પૂન મીઠી ચટણી
ચપટી જીરું પાવડર
ચપટી લાલ મરચાંનો પાવડર
૪ ટેબલસ્પૂન બાફેલા ફણગાવેલા મગ
૪ ટીસ્પૂન તળેલા મસાલાવાળી ચણાની દાળ
૪ ટેબલસ્પૂન સેવ

આલુ ચાટને સજાવવા માટે
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
આલુ ચાટ માટે મેરીનેટેડ બટાકા બનાવવા માટે

    આલુ ચાટ માટે મેરીનેટેડ બટાકા બનાવવા માટે
  1. આલુ ચાટ બનાવવા માટે, ૨ ટેબલસ્પૂન તેલ, લાલ મરચાંનો પાવડર, ધાણા-જીરું પાવડર, હળદર, આમચૂર, ચણાનો લોટ, મીઠું અને કોથમીરને એક બાઉલમાં ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો.
  2. બટાકાના અડધા ભાગ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૫ થી ૭ મિનિટ માટે મેરીનેડ કરવા માટે બાજુ પર રાખો.
  3. નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તૈયાર કરેલા મેરીનેટેડ બટાકા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.

આલુ ચાટ બનાવવા માટે આગળ વધો

    આલુ ચાટ બનાવવા માટે આગળ વધો
  1. એક પ્લેટમાં અડધા ભાગના મેરીનેટેડ બટાકાને મૂકો અને ઉપર ૧/૪ કપ જેરી લીધેલું દહીં, ૧ ટીસ્પૂન લસણની ચટણી, ૨ ટીસ્પૂન લીલી ચટણી, ૧ ચમચી મીઠી ચટણી નાંખો.
  2. એક ચપટી જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર, ૨ ટેબલસ્પૂન બાફેલા ફણગાવેલા મગ, ૨ ટીસ્પૂન મસાલા ચના દાલ અને ૨ ટેબલસ્પૂન સેવ નાંખો.
  3. આમ રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે વધુ ૧ પ્લેટ આલુ ચાટ બનાવી લો.
  4. આલૂ ચાટને તરત જ કોથમીરથી સજાવીને તરત જ પીરસો.

Reviews