You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > હૈદરાબાદી રેસીપી > હૈદરાબાદી દાળ > હૈદ્રાબાદી ખાટી દાળ હૈદ્રાબાદી ખાટી દાળ | Hyderabadi Khatti Dal તરલા દલાલ આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાવડર અને અન્ય સામગ્રી જેવી કે આદૂ, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે. આ દરરોજના ભોજનમાં પીરસાતી દાળ હૈદ્રાબાદના ઘરોમાં વારંવાર બનાવવામાં આવે છે, અને એ દલીલ વગર કહી શકાય કે તેના જેવી બીજી કોઇ દાળ તે વિસ્તારના લોકો પસંદ કરતા જ નથી. આ દાળની મજા તો ભાત અથવા રોટી સાથે તાજી અને ગરમાગરમ માણવાથી જ મળશે. બીજી હૈદ્રાબાદી વાનગીઓ જેવી કે ટમેટાનો શોરબા અને લહેજતદાર હાંડી બિરયાની પણ અજમાવા જેવી છે. Post A comment 03 Jul 2017 This recipe has been viewed 4234 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD हैदराबादी खट्टी दाल - हिन्दी में पढ़ें - Hyderabadi Khatti Dal In Hindi Hyderabadi Khatti Dal - Read in English હૈદ્રાબાદી ખાટી દાળ - Hyderabadi Khatti Dal recipe in Gujarati Tags રોજ ની દાળ વાનગીઓ, સમગ્ર ભારતમાંથી દાળ ની વાનગીઓભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનકેલ્શિયમ દાળ અને કઢીહૈદરાબાદી દાળબપોરના અલ્પાહાર દાલ રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૧ કલાક   બનાવવાનો સમય: ૨૬ મિનિટ   કુલ સમય : ૧૦૧1 કલાક 41 મિનિટ    ૪ मात्रा માટે મને બતાવો मात्रा ઘટકો ૧ કપ તુવરની દાળ૧/૨ કપ સમારેલા ટમેટા૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧/૨ ટીસ્પૂન હળદર૧/૨ કપ આમલીનો પલ્પ૧ ટીસ્પૂન ઝીણાસમારેલા લીલા મરચાં૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ધાણા પાવડર મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૪ ટીસ્પૂન હીંગ૫ કડીપત્તા૪ કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં તુવરની દાળને જરૂરી પાણી સાથે ૧ કલાક પલાળી રાખ્યા બાદ સારી રીતે નીતારી લો.એક પ્રેશર કુકરમાં દાળ, ટમેટા, ૧ ટેબલસ્પૂન લસણ, આદૂ, ૧/૪ ટીસ્પૂન હળદર, થોડું મીઠું અને ૨ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.હવે આ દાળને રવઇ વડે જેરીને તેમાં આમલીનો પલ્પ, લીલા મરચાં, કોથમીર, બાકી રહેલી હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને રાઇ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં હીંગ, કડીપત્તા, બાકી રહેલું ૧ ટેબલસ્પૂન લસણ અને કાશ્મીરી લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.હવે આ તૈયાર થયેલા વઘારને દાળ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.ભાત અથવા રોટી સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/hyderabadi-khatti-dal-gujarati-41544rહૈદ્રાબાદી ખાટી દાળPadmasri on 26 Aug 17 12:58 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન