કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | Corn Panki તરલા દલાલ કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.કોર્ન પાનકી માટે ટિપ્સ. ૧. તમે અગાઉથી બેટર બનાવી શકો છો અને જ્યારે તમે તેને ખાવા માંગતા હો ત્યારે પેનકેક તૈયાર કરી શકો છો. ૨. પાનકી એટલે કેળાના પાન અથવા મકાઈના પાન વચ્ચે રાંધવામાં આવે છે. તરલા દલાલના સભ્યએ સૂચન કર્યું કે તમે મકાઈના પાનનો પણ ઉપયોગ કરી શકો છો અને તે સારું કામ કરે છે. ૩. તમે તવા પર એક સમયે ૩ થી ૪ પેનકેક બનાવી શકો છો. ૪. જો મિશ્રણ ખૂબ પાણીયુક્ત હોય તો તેમાં ચણાનો લોટ ઉમેરો. ૫. મહેમાનોને પીરસતી વખતે કેળાના પાન કાઢી લો. આ રીતે પાનકી ગરમ રહેશે અને વરાળ જળવાઈ રહેશે. Post A comment 11 Mar 2023 This recipe has been viewed 1590 times कॉर्न पानकी | गुजराती स्वीट कॉर्न पानकी | पानकी रेसिपी - हिन्दी में पढ़ें - Corn Panki In Hindi corn panki recipe | Gujarati sweet corn panki | Indian corn coriander panki | - Read in English Corn Panki Video કોર્ન પાનકી રેસીપી - Corn Panki recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીઝટ-પટ નાસ્તાચિલા, પેનકેક સવારના નાસ્તાઝડપી સાંજે નાસ્તામનોરંજન માટેના નાસ્તાસ્ટીમ્ડ સ્નૈક્સ રેસીપી | ઉકાળેલા નાસ્તાની રેસીપી |સાંજની ચહા સાથેના નાસ્તા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૮ પાનકી માટે મને બતાવો પાનકી ઘટકો કોર્ન પાનકી માટે૧ કપ ખમણેલી તાજી મકાઇ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન રવો૧/૪ કપ ચણાનો લોટ મીઠું , સ્વાદાનુસાર૧૬ કેળાના પાન , પકવવા માટે તેલ , ચોપડવા માટેકોર્ન પાનકી સાથે પીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી કોર્ન પાનકી માટેકોર્ન પાનકી માટેકોર્ન પાનકી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો.કેળાના દરેક પાનની એક બાજુ પર થોડું તેલ લગાવો અને બાજુ પર રાખો.કેળાના પાનના અડધા ભાગ પર ૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો.તેની પર બીજો એક તેલ ચોપડેલો કેળનો પાન મૂકો અને તેને હળવા હાથે દબાવો.એક નોન-સ્ટીક તવા પર ત્યાં સુધી રાંધો જ્યાં સુધી પાંદડા પર હળવા બ્રાઉન ફોલ્લીઓ ન પડે અને પાનકી તેની જાતે જ અલગ થઈ જાય.વધેલા ખીરાથી બાકીની ૭ પાનકી તૈયાર કરી લો.કોર્ન પાનકીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:તમે તવા પર એક સમયે ૩ થી ૪ પાનકી બનાવી શકો છો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન