હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક | Hariyali Paneer Potato Pancake

આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરીને પીરસવામાં આવે છે ત્યારે તે ખાવાનાં શોખીનોનું પ્રિય ભોજન બને છે.

Hariyali Paneer Potato Pancake recipe In Gujarati

This recipe has been viewed 4334 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

हरियाली पनीर पटेटो पेनकेक - हिन्दी में पढ़ें - Hariyali Paneer Potato Pancake In Hindi 
Hariyali Paneer Potato Pancake - Read in English 


હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક - Hariyali Paneer Potato Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો

પાલકના થર માટે
૧ ૧/૨ કપ સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
મીઠું , સ્વાદાનુસાર

પનીર અને બટાટાની પૅનકેક માટે
૧/૨ કપ ખમણેલું પનીર
૩/૪ કપ બાફીને , છોલીને ખમણેલાં બટાટા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન મેંદો

અન્ય સામગ્રી
તેલ , ચોપડવા અને શેકવા માટે
૫ ટેબલસ્પૂન પીઝા સૉસ
૫ ટીસ્પૂન ખમણેલું પનીર
કાર્યવાહી
પાલકના થર માટે

    પાલકના થર માટે
  1. એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરો અને તેમા કાંદા ઉમેરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં લીલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર વધુ થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં પાલક, મેથીની ભાજી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

પનીર અને બટાટાની પૅનકેક માટે

    પનીર અને બટાટાની પૅનકેક માટે
  1. બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને, તમારા બન્ને હાથની હથેળીથી દબાવીને ૫૦મી. મી. (૨”) વ્યાસના પાતળા, સપાટ અને ગોળાકાર પૅનકેક તૈયાર કરો. તૈયાર થયેલ પૅનકેકને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી અને થોડું તેલ ચોપડી લો.
  2. ગરમ તવા પર, થોડા તેલની મદદથી, દરેક પનીર અને બટાટાની પૅનકેકને, બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  3. તૈયાર પાલકના મિશ્રણના દરેક ભાગને, તૈયાર થયેલ દરેક પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પાથરી, થર બનાવી લો.
  4. હવે દરેક પૅનકેકની ઉપર ૧ ટેબલસ્પૂન પીઝા સૉસ અને ૧ ટીસ્પૂન પનીર પાથરી, એક નૉન-સ્ટીક તવા પર, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી શેકી લો.
  5. તરત જ પીરસો.

Reviews

હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક
 on 15 Jul 17 03:44 PM
5

Good Recipes