પનીર અને મેથીની રોટી | Paneer and Methi Roti

આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી આ રોટી નરમ બને છે, જ્યારે મેથીની ભાજી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. આ રોટીનો ખરો સ્વાદ માણવો હોય તો તેને ગરમા-ગરમ જ પીરસવી.

Paneer and Methi Roti recipe In Gujarati

This recipe has been viewed 6225 times

पनीर एण्ड मेथी रोटी - हिन्दी में पढ़ें - Paneer and Methi Roti In Hindi 
Paneer and Methi Roti - Read in English 


પનીર અને મેથીની રોટી - Paneer and Methi Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪રોટી. માટે
મને બતાવો રોટી.

ઘટકો
૧/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૩/૪ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ જુવારનો લોટ
૧/૪ કપ ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ, હળદર, ૧ ટીસ્પૂન લીલા મરચાં અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.
  2. બીજા એક બાઉલમાં પનીર, મેથીની ભાજી, બાકી રહેલા ૧/૨ ટીસ્પૂન લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. હવે તૈયાર કરેલી કણિકના પણ ૪ સરખા ભાગ પાડો.
  4. આ કણિકના એક ભાગને બે પ્લાસ્ટીકની શીટની મધ્યમાં મૂકી, જરૂરી લાગે તો પ્લાસ્ટીકની શીટની અંદરની બાજુએ થોડું પાણી ચોપડીને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં વણી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ રોટી મૂકી તેની પર પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
  6. થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બીજી ૩ રોટી પણ તૈયાર કરી લો.
  8. તરત જ પીરસો.

Reviews