You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > ઝટ-પટ શાક > શાહી ગોબી શાહી ગોબી | Shahi Gobhi તરલા દલાલ મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા અથવા પૂરી સાથે પીરસી શકો. Post A comment 15 Oct 2023 This recipe has been viewed 6427 times शाही गोभी मसाला रेसिपी | गोभी मटर मसाला | शाही फूलगोभी करी - हिन्दी में पढ़ें - Shahi Gobhi In Hindi shahi gobhi masala recipe | gobhi matar masala | shahi cauliflower curry | - Read in English shahi gobhi masala video શાહી ગોબી - Shahi Gobhi recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓઅર્ધ સૂકા શાકપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજમુસાફરી માટે શાકની રેસીપીબપોરના અલ્પાહાર સબ્જી રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ ફૂલકોબીના ફૂલ મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન ઘી૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા૨ એલચી૨ લવિંગ૧/૨ ટીસ્પૂન સાકર૧/૨ કપ તાજું ટમેટાનું પલ્પ૩/૪ કપ જેરી લીધેલું દહીં૩/૪ કપ બાફેલા લીલા વટાણા૧ ટેબલસ્પૂન તાજું ક્રીમપીસીને સુંવળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)૧/૨ કપ મોટા સમારેલા કાંદા૨ એલચી૩ લવિંગ૨ ટીસ્પૂન આખા ધાણા૧/૨ ટીસ્પૂન જીરૂ૪ લસણની કળી૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો૨૫ મિલીમીટર (૧”) નો તજનો ટુકડો૧/૨ ટીસ્પૂન હળદર૧ ટેબલસ્પૂન સમારેલા કાજૂ૧ ટીસ્પૂન મરચાં પાવડરસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક વાસણને પાણીથી ભરી તેમાં મીઠું અને ફૂલકોબી નાંખી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ફૂલકોબી અડધી બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને નીતારીને બાજુ પર રાખો.એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર ૩ થી ૪ મિનિટ માટે કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.પછી તેમાં એલચી, લવિંગ અને સાકર મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટાનું પલ્પ, દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પછી તેમાં ફૂલકોબી અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન