મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો | Mexican Style Baby Potatoes

મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.

Mexican Style Baby Potatoes recipe In Gujarati

This recipe has been viewed 3725 times



મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો - Mexican Style Baby Potatoes recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ કપ બાફેલા નાના બટાટાના અડધીયા (છોલ્યા વગરના)
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ રીફ્રાઈડ બીન્સ્
૧/૪ કપ સાલસા
૧/૪ કપ ખાટું ક્રીમ
૧ ટીસ્પૂન સૂકો ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ્
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બટાટા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ, ઑરેગાનો, સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews