You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન પાસ્તા > કેનેલોની કેનેલોની | Cannelloni તરલા દલાલ કેનેલોની | cannelloni in gujarati |કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંનો લોટ અને ઓછી કેલરીવાળા મોઝઝેરેલા ચીઝથી તૈયાર કરવામા આવ્યું છે. કેનેલોની શીટ, પાલક અને ઓછી ચરબીવાળા પનીરથી ભરેલી, એક વિશિષ્ટ સ્વાદ ફેલાવે છે, જે તાજી તૈયાર ટમેટાના સોસના મનોહર ટોપિંગ દ્વારા આગળ વધે છે. તૈયાર કરવા માટે કંટાળાજનક હોવા છતાં, ક્યારેક તમારા હાથે પ્રયાસ કરી આ વાનગી ભોજનમાં બનાવાની કોશિશ જરૂર કરજો. Post A comment 11 Oct 2020 This recipe has been viewed 4077 times कैनलोनी - हिन्दी में पढ़ें - Cannelloni In Hindi Cannelloni - Read in English કેનેલોની - Cannelloni recipe in Gujarati Tags ઇટાલિયન વેજ પાસ્તાકેઝરૉલ્સ્ અને બેક્સ્ક્રીસમસ્ વાનગીઓથેન્કસગિવીંગઇટાલીયન પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૪૩ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કેનેલોની શીટ્સ માટે૧/૨ કપ ઘઉં નો લોટ૧ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટેમિક્ષ કરી પૂરણ માટે૧ ૧/૪ કપ હલકી ઉકાળીને બારીક સમારેલી પાલક૧ ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા૧/૨ કપ ભૂક્કો કરેલું લો ફૅટ પનીર મીઠું , સ્વાદાનુસારટામેટાના સોસ માટે૧ ટીસ્પૂન તેલ૧/૨ કપ બારીક સમારેલા કાંદા૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ૧ ૧/૪ કપ તાજા ટમેટાનો પલ્પ૨ ચપટી સાકર૧/૨ ટીસ્પૂન મરચા નો પાવડર૧/૨ ટીસ્પૂન સૂકો ઑરેગાનો મીઠું , સ્વાદાનુસારઅન્ય ઘટકો ઘઉંનો લોટ , વણવા માટે૧ કપ ઓછી કેલરીવાળી સફેદ સોસ૨ ટેબલસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ કાર્યવાહી કેનેલોની શીટ્સ બનાવા માટેકેનેલોની શીટ્સ બનાવા માટેઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, ૧/૨ ટીસ્પૂન તેલ અને મીઠું ભેગું કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને નરમ કણક બાધી લો.કણકને ૮ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.વાસણમાં પાણી ભરી ઉકાળો, બાકીનું ૧/૨ ટીસ્પૂન તેલ ઉમેરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે એક સમયે એક કેનેલોની શીટ છોડો, ૧/૨ મિનિટ માટે રાંધી લો અને કાઢી લો. ઠંડા પાણીમા નાખી તાજું કરો અને ગાળી લો. એક બાજુ રાખો.ટમેટાની (સોસ) ચટણી બનાવા માટેટમેટાની (સોસ) ચટણી બનાવા માટેએક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળો.તાજા ટમેટાનો પલ્પ ઉમેરો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો.તેમાં સાકર, મરચાંનો પાઉડર, ઓરેગાનો અને મીઠું નાંખી, બરાબર મિક્ષ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.કેનેલોની બનાવા આગળ વધોકેનેલોની બનાવા આગળ વધોપૂરણને ૮ સમાન ભાગોમાં વહેંચો અને બાજુમાં રાખો.રાંધેલા પાસ્તાની શીટને ચોખ્ખી, સૂકી સપાટી પર મૂકો, પાસ્તાની શીટ પર એક બાજુ પૂરણનો એક ભાગ મૂકો અને તેને સખ્તાઇથી રોલ કરો.બાકીના ૭ સ્ટફ્ડ કેનેલોનિસ બનાવવા માટે ક્રમાંક ૨ ના મુજબ તૈયાર કરી લો. એક બાજુ રાખો.તૈયાર કરેલી ટમેટાની ચટણીને બેકિંગ ડીશમાં સમાનરૂપે ફેલાવો.સ્ટફ્ડ કેનેલોની તેના પર મૂકો અને તેના ઉપર સરખી રીતે સફેદ સોસ રેડો.અંતે તેના પર સરખે ભાગે ચીઝ છાંટો.હવે તેને ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી કા તો ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી લો.તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:કેનેલોની શીટ્સ બનાવતા પહેલાં ટમેટાની ચટણી બનાવવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જો શીટ્સ લાંબા સમય સુધી રાખવામાં આવે તો એકબીજા સાથે ચીપકી જસે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન