You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી સ્વાદીષ્ટ નાસ્તા > લીલા વટાણાની પૂરી લીલા વટાણાની પૂરી | Hare Mutter ki Puri, Green Peas Puri તરલા દલાલ લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. આ પૂરી ખૂબજ સ્વાદિષ્ટ છે કારણકે તેમાં વિવિધ પ્રકારના સ્વાદનો સંયોજન છે જે તમે સવારના નાસ્તા અથવા સાંજની ચા સાથે માણી શકો છો. Post A comment 12 Oct 2016 This recipe has been viewed 6560 times हरे मटर की पूरी - हिन्दी में पढ़ें - Hare Mutter ki Puri, Green Peas Puri In Hindi Hare Mutter ki Puri, Green Peas Puri - Read in English લીલા વટાણાની પૂરી - Hare Mutter ki Puri, Green Peas Puri recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સ્વાદીષ્ટ નાસ્તાજૈન બ્રેકફાસ્ટમનોરંજન માટેના નાસ્તાતળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાતળીને બનતી રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૧૮પૂરી માટે મને બતાવો પૂરી ઘટકો કણિક માટે૨ ૧/૪ કપ મેંદો૧ ટેબલસ્પૂન દહીં૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર૧/૨ ટેબલસ્પૂન ઘી મીઠું , સ્વાદાનુસારમિક્સ કરીને પૂરણ બનાવવા માટે૧/૨ કપ બાફીને હલકા છૂંદેલા લીલા વટાણા૧/૨ ટીસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન મેંદોબીજી જરૂરી વસ્તુઓ મેંદો , વણવા માટે તેલ , તળવા માટે કાર્યવાહી Methodમેંદાના લોટને ચાળણી વડે સારી રીતે ચાળી લો.તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી જરૂરી હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકને ૫ થી ૭ મિનિટ સુધી ગુંદી મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ નાંખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા વટાણા, લીંબુનો રસ અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેની પર મેંદાનો લોટ છાંટી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મિશ્રણ સૂકું થાય ત્યાં સુધી રાંધી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિકના ૧૮ સરખા ભાગ પાડો.એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.આ ગોળાકારની મધ્યમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ મૂકો.તેની દરેક બાજુ મધ્યમાં વાળી સખત રીતે બંધ કરી લો.તેને ફરીથી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીની ૧૭ પૂરી તૈયાર કરી લો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી બહાર કાઢી સૂકી થવા ટીશ્યુ પેપર પર મૂકો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન