You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ડબ્બા ટ્રીટસ્ > ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ | Cheese, Onion and Green Peas Pulao તરલા દલાલ આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીનમાં પાંચ કલાક સુધી તાજું રહે છે. આ ઉપરાંત અહીં ભાત અને લીલા વટાણા સાથે ખમણેલી ચીઝનું સંયોજન છે જે આ પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Post A comment 19 Apr 2020 This recipe has been viewed 6995 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD चीज़ प्याज हरे मटर का पुलाव रेसिपी | बच्चों के लिए पुलाव | प्याज हरे मटर का पुलाव | टिफिन के लिए चीज - हिन्दी में पढ़ें - Cheese, Onion and Green Peas Pulao In Hindi Cheese, Onion and Green Peas Pulao - Read in English Cheese Onion and Green Peas Pulao Video by Tarla Dalal ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ - Cheese, Onion and Green Peas Pulao recipe in Gujarati Tags ડબ્બા ટ્રીટસ્વેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનવેસ્ટર્ન પાર્ટીપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપીબાળકો માટે ટિફિન રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૩/૪ કપ લીલા વટાણા૧ ૧/૪ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારેલા૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૧ લવિંગ૨ ટુકડા તજ૧ તમાલપત્ર૩/૪ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો.તેમાં કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા વટાણા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.છેલ્લે તેમાં ચીઝ અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે- વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો અથવા તેને સહેજ ઠંડું પાડી ટીફીનમાં ભરી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/cheese-onion-and-green-peas-pulao-gujarati-33092rચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવShamla Gandhi on 08 Jul 17 01:45 PM5Cheese, Onion and Green Peas Pulao recipe... tasty recipe Edited after original posting. PostCancelhttps://www.tarladalal.com/cheese-onion-and-green-peas-pulao-gujarati-33092rચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવkrupali on 17 Mar 17 05:36 PM5All time favorite ne kids ne bhave tevo aa pualo che. school tiffin ma pan aapi sako aa cheesy pulao kids hose hose kahse ne tiffin complete pan karse. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન