વર્જીન માર્ગરીટા ની રેસીપી - Non- Alcoholic Margarita, Virgin Margarita

Non- Alcoholic Margarita, Virgin Margarita recipe In Gujarati

This recipe has been viewed 530 timesકોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે. આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે.

અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કોકટેલનો આનંદ આપે એવા માર્ગરીટાની રીત રજું કરી છે, જેથી તમે તેને કીટી પાર્ટીઅને સામાજિક મેળાવડામાં પીરસી શકો એવું પીણું તૈયાર થાય છે.

વર્જીન માર્ગરીટામાર્ગરીટાનો સ્વાદ અને મીઠાની સંવેદના બધાને આનંદીત કરશે એમાં કોઇ શંકા જ નથી.

વર્જીન માર્ગરીટા ની રેસીપી - Non- Alcoholic Margarita, Virgin Margarita recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે
૩/૪ કપ તાજો સંતરાનો રસ
૧/૨ કપ તાજો મોસંબીનો રસ
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧૦ બરફના ટુકડા
કાર્યવાહી
વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે

    વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે
  1. ગ્લાસની કીનારી પર લીંબુની છાલ ચોળીને ઘસી લો.
  2. તે પછી ગ્લાસને મીઠા પાથરેલી ડીશ પર ઊંધું મૂકી જેટલું મીઠું તેની પર ચીટકી જાય તે પછી વધારાના મીઠાને છાંટી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો ગ્લાસ પણ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણને સરખા પ્રમાણમાં મીઠું લગાડેલા બન્ને ગ્લાસમાં રેડી લો.
  6. વર્જીન માર્ગરીટા તરત જ પીરસો.

Reviews