પંચમેળ દાળ | Panchmel Dal

આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ દાળ એક મજેદાર અને ઉગ્ર ખુશ્બુ આપે છે. તે ઉપરાંત આ પંચમેળ દાળમાં આમચૂર પાવડર અને આમલીના પલ્પનો ઉમેરો તેને એક અદભૂત વાનગી બનાવે છે.

Panchmel Dal recipe In Gujarati

પંચમેળ દાળ - Panchmel Dal recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૫ ટેબલસ્પૂન તુવરની દાળ , ધોઇને નીતારેલી
૫ ટેબલસ્પૂન ચણાની દાળ , ધોઇને નીતારેલી
૫ ટેબલસ્પૂન લીલા મગની દાળ , ધોઇને નીતારેલી
૧ ટેબલસ્પૂન અડદની દાળ , ધોઇને નીતારેલી
૧ ટેબલસ્પૂન આખા મગ , ધોઇને નીતારેલા
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટેબલસ્પૂન ઘી
તમાલપત્ર
લવિંગ
૧ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભર હીંગ
લીલા મરચાં , ચીરો પાડેલા
૨ ટીસ્પૂન આમચૂર પાવડર
૧ ટેબલસ્પૂન આમલીનું પાણી

મિક્સ કરીને મસાલાનું પાણી તૈયાર કરવા માટે
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૩ ટેબલસ્પૂન ૩ ટેબલસ્પૂન પાણી

પીરસવા માટે
નાન
પરોઠા
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં બધી દાળ, ૪ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી કુકરની ૩ સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, જીરૂ, હીંગ અને લીલા મરચાં મેળવી લો.
  4. જ્યારે જીરાના દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તૈયાર કરેલું મસાલા મેળવેલું પાણી ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં બાફેલી દાળ, આમચૂર પાવડર, આમલીનું પાણી અને થોડું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. નાન અથવા પરોઠા સાથે તરત જ પીરસો.

Reviews

પંચમેળ દાળ
 on 04 Aug 17 11:55 AM
5

very tasty