બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી | Broccoli and Paneer Tikki ( Healthy Starter)

બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે.

આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ (antioxidant) ધરાવતી બ્રોકલી, કેલ્શિયમયુક્ત પનીર અને ફાઇબરથી ભરપુર સ્ટાર્ટરનો સ્વાદ એવો આશ્ચર્યકારક છે કે તમે એક આરોગ્યદાયક ટીક્કી ખાઇ રહ્યા છો એવો ખ્યાલ પણ નહીં આવે.

આ બધા કારણ ઉપરાંત તેની સાથે વધુ એક કારણે પણ આ ટીક્કી સારી છે, કે તેને તળવાને બદલે નૉન-સ્ટીક તવા પર ઓછા તેલમાં રાંધવામાં આવી છે. તો આ ટીક્કી જરૂરથી અજમાવશો.

Broccoli and Paneer Tikki ( Healthy Starter) recipe In Gujarati

બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી - Broccoli and Paneer Tikki ( Healthy Starter) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૧ ટીક્કી માટે

ઘટકો

બ્રોકલી અને પનીરની ટીક્કી બનાવવા માટે સામગ્રી
૧ કપ ઝીણી સમારેલી બ્રોકલી
૧/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૨ ટીસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ શેકેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે તથા રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં બ્રોકલી અને મીઠું ઉમેરી, મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  3. હવે તેને તાપ પરથી નીચે ઉતારી એક ઊંડા બાઉલમાં કાઢીને ઠંડું થવા દો.
  4. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે, તેમાં ઓટસ્ અને પનીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે મિશ્રણના ૧૧ સરખા ભાગ પાડી, દરેક ભાગની ૫૦ મી. મી. (૨”)ની પાતળી ગોળાકાર ટીક્કી બનાવી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લીધા પછી બધી ટીક્કીને ૧/૨ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews