મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | Masaledar Arbi

મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 amazing images.

આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી પૂરી સાથે મજાનું સંયોજન બનાવે છે. દહીં, આમચૂર પાવડર અને બીજા મસાલા મેળવીને બનતું ખાટું મસાલાનું મિશ્રણ આ કોરા શાકનો સ્વાદ જીભને કળતર કરાવે એવું બનાવે છે, જ્યારે દૂધ અને મલાઇ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે.

મસાલેદાર અળુની ભાજીને ભરપુર કોથમીર વડે સજાવી, તે ગરમાગરમ હોય ત્યારે જ તેની મજા માણો. ખૂબ જ ઊંચી કેલરીની ગણતરી સાથે નહીં પરંતુ પોટેશિયમની નોંધપાત્ર માત્રા સાથે, મસાલેદાર અળુની ભાજી હૃદય માટે ફાયદાકારક છે. સોડિયમની માત્રા ઓછી હોવાને કારણે, તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે શારૂ છે. વિટામિન સીની યોગ્ય માત્રા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

મસાલેદાર અળુની ભાજી માટેની ટિપ્સ. 1. અળુને રાંધવાની શ્રેષ્ઠ રીત એ છે કે પ્રેશર કૂકરમાં ૨ સીટી વગાડવી કારણ કે ખુલ્લી જ્યોત પર રાંધવામાં ૨૦ થી ૨૫ મિનિટનો સમય લાગી શકે છે. ૨. આમચૂર પાવડર મસાલા દહીંના મિશ્રણમાં સરસ સ્વાદ ઉમેરે છે. ૩. અળુ ભારતમાં આખું વર્ષ સરળતાથી અને સસ્તામાં ઉપલબ્ધ છે.

Masaledar Arbi recipe In Gujarati

This recipe has been viewed 6163 times



મસાલેદાર અળુની ભાજી રેસીપી - Masaledar Arbi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મસાલેદાર અળુની ભાજી માટે
૧ ૧/૨ કપ બાફીને છોલેલા અળુના ગોળ ટુકડા
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન અજમો
૧ ટીસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને મસાલા દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે
૨ ટેબલસ્પૂન ઘટ્ટ દહીં
૧ ટીસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન આમચૂર

સજાવવા માટે
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર
કાર્યવાહી
મસાલેદાર અળુની ભાજી માટે

    મસાલેદાર અળુની ભાજી માટે
  1. મસાલેદાર અળુની ભાજી બનાવવા માટે, સૌ પ્રથમ અળુને સાફ કરો અને પ્રેશર કુકરમાં ૨ સીટી સુધી પકાવો.
  2. મસાલા દહીંનું મિશ્રણ બનાવવા માટે, દહીં, ચણાનો લોટ, કોથમીર, મરચાં પાવડર, ગરમ મસાલો અને આમચૂરને એક સાથે મિક્સ કરો.
  3. એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો, અજમો ઉમેરો અને થોડી સેકંડ માટે પકાવો.
  4. આદુ લસણની પેસ્ટ, લીલાં મરચાં નાખીને થોડી સેકંડ સુધી રાંધી લો.
  5. મસાલા દહીંનું મિશ્રણ ઉમેરો અને 1 મિનિટ માટે રાંધી લો.
  6. બાફેલા અળુના ગોળ ટુકડા, દૂધ, તાજું ક્રીમ, મીઠું ઉમેરીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  7. લીંબુનો રસ ઉમેરો અને ફરીથી ૧ મિનિટ માટે રાંધી લો. કોથમીર વડે સજાવો.
  8. મસાલેદાર અળુની ભાજીને બાજરા અથવા જુવારની રોટલી સાથે ગરમ ગરમ પીરસો.

Reviews