You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ > ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી | Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast તરલા દલાલ ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું ૪ કલાક તો રાખવું જરૂરી છે. પણ તમે તેને ૬ થી ૮ કલાક રાખો તો ઠીક અને જો તમે તેને આગલા દીવસે તૈયાર કરી ફ્રીજમાં રાખીને બીજા દીવસેની સવારે તેનો સ્વાદ માણશો તો તે વધુ સ્વાદિષ્ટ લાગશે. ચીયા બીજનો અદભૂત સ્વાદ, ઓટસ્ નો અને બદામના દૂધનો સ્વાદ ઉપરાંત ખજૂરની દેશી મીઠાશ, પીનટ માખણ અને સફરજનની મજેદાર મહેક આ નાસ્તાની વાનગીને અતિ મજેદાર બનાવે છે. ઓટસ્ અને ચીયા બીજમાં ફાઇબર હોવાથી આ વાનગીને તે પૌષ્ટિકતા આપે છે. બદામનું દૂધ લેકટોઝની તકલીફવાળા માટે ગુણકારી છે. મેપલ સીરપ આ વાનગીને મીઠાશ આપે છે, પણ જો તમે શાકાહારી ન હો, તો તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો. Post A comment 01 Aug 2024 This recipe has been viewed 8727 times सेब के साथ ओटमील बादाम दूध | सेब और बादाम दूध के साथ ओट्स | सेब के साथ वीगन ओटमील - हिन्दी में पढ़ें - Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast In Hindi oatmeal almond milk with apples | oats with apples and almond milk | vegan oatmeal with apples | - Read in English ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી - Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast recipe in Gujarati Tags અમેરીકન વ્યંજનઅમેરીકન સવારના નાસ્તા રેસિપીઝરાંધયા વગરની ભારતીય રેસીપીઝટ-પટ નાસ્તાબ્રેકફાસ્ટ સીરીયલ્સ્સ્વસ્થ નાસ્તાની રેસિપીપૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૧ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્૧ કપ બદામનું દૂધ૧ ટેબલસ્પૂન પીનટ માખણ૧ ટીસ્પૂન મેપલ સીરપ (ફરજીયાત નથી)૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી ખજૂર૧ ટીસ્પૂન ચીયાના બીજ૧/૪ કપ સમારેલા સફરજન કાર્યવાહી Methodઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી બનાવવા માટે એક કાંચના જારમાં ઓટસ્, બદામનું દૂધ, પીનટ માખણ અને મેપલ સીરપ મેળવીને તેને મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.તે પછી તેમાં ખજૂર અને ચીયાના બીજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે આ જારને ઢાંકણ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૪ કલાક રાખી મૂકો. પીરસવાના સમયે, જારનું ઢાંકણ ખોલી તેમાં સફરજન મેળવી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન