પાલક-મગની દાળનું સુપ | Palak Dal Soup for Babies and Toddler

મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે.

આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે લોહ, વિટામીન-એ અને ફોલીક એસિડ તથા મગની દાળમાં રહેલા કૅલ્શિયમ, પ્રોટીન અને લોહ તમને પણ ખુશ કરી દેશે.

Palak Dal Soup for Babies and Toddler recipe In Gujarati

This recipe has been viewed 4860 times



પાલક-મગની દાળનું સુપ - Palak Dal Soup for Babies and Toddler recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૦.૭૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧/૨ કપ પાતળી લાંબી સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન લીલી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં ૩/૪ કપ પાણી સાથે પાલક અને લીલી મગની દાળ મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  3. આ મિશ્રણ જ્યારે થોડું ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  4. તે પછી આ મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  5. માફકસર ગરમ પીરસો.

Reviews