જુવારની ધાણી નો ચેવડો | મસાલા જુવાર ધાણી | જુવારની ધાણી વઘારવાની નવી જ રીત | Jowar Dhani Popcorn with Coconut and Peanuts

જુવારની ધાણી નો ચેવડો | મસાલા જુવાર ધાણી | જુવારની ધાણી વઘારવાની નવી જ રીત | jowar dhani popcorn recipe in gujarati | with 16 amazing images.

જુવારની ધાણી નો ચેવડો એક સ્વસ્થ ભારતીય જુવાર પોપકોર્ન છે અને તે પરંપરાગત પોપકોર્ન કરતાં વધુ આરોગ્યપ્રદ છે. જુવારના પફ, મગફળી, સૂકું નારિયેળ, નાળિયેર તેલ અને ભારતીય મસાલા જેવી સરળ સામગ્રીમાંથી બનાવેલ, મસાલા જુવાર ધાણી હોળી દરમિયાન ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો બનાવે છે.

જુવારની દાણી અથવા જુવારના પફ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, તેમ છતાં કેટલાક ઘરો તેને જાતે બનાવવાનું પસંદ કરે છે. જુવારની ધાણી ભારતમાં માર્ચ અને એપ્રિલ દરમિયાન ઉપલબ્ધ છે જે વસંતના આગમનને દર્શાવે છે! પરંપરાગત રીતે, જુવારની ધાણીને ચાળણી વડે રેતીથી ભરેલા મોટા તવામાં સેકવામાં આવે છે, પરંતુ તમે તેને ફુલાવા માટે તવાનો ઉપયોગ પણ કરી શકો છો!

Jowar Dhani Popcorn with Coconut and Peanuts recipe In Gujarati

જુવારની ધાણી નો ચેવડો રેસીપી - Jowar Dhani Popcorn with Coconut and Peanuts recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

જુવારની ધાણી ના ચેવડા માટે
૨ ૧/૨ કપ ધાની
૧ ૧/૨ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા મગફળીનું તેલ
૧ ટીસ્પૂન રાઇ
૨ ટેબલસ્પૂન કાચી મગફળી
૧/૪ કપ સમારેલું સૂકું નાળિયેર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચું પાવડર
૧/૪ ટીસ્પૂન હિંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
જુવારની ધાણી ના ચેવડા માટે

    જુવારની ધાણી ના ચેવડા માટે
  1. જુવારની ધાણીને માઈક્રોવેવ સેફ બાઉલમાં મુકો અને ૨ મિનિટ માટે હાઈ પર માઈક્રોવેવ કરો, દર ૩૦ સેકન્ડ પછી હલાવતા રહો. બાજુ પર રાખો.
  2. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં નાળિયેરનું તેલ ગરમ કરો, તેમાં રાઇ નાખો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. નારિયેળ ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તેમાં હળદર, મરચું પાવડર, હિંગ, જુવારની ધાની અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. જુવારના દાણીના ચિવડાને નારિયેળ અને મગફળી સાથે સંપૂર્ણપણે ઠંડુ કરો અને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જરૂર મુજબ ઉપયોગ કરો.

Reviews