મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | Punjabi Missi Roti, How To Make Punjabi Missi Roti

મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે, જેમાં વિવિધ પ્રકારના લોટ સાથે અજમો, કોથમીર અને કાંદા મેળવવામાં આવ્યા છે જેથી રાંધ્યા પછી તે મજેદાર ખુશ્બુ પ્રસારે છે. અહીં ધ્યાન રાખવું કે બધી રોટી થોડી જાડી વણવી અને તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકવી.

Punjabi Missi Roti, How To Make Punjabi Missi Roti recipe In Gujarati

મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી - Punjabi Missi Roti, How To Make Punjabi Missi Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો

પંજાબી મીસી રોટી માટે
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
૧/૨ કપ બારીક સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન અજમો
૧/૪ કપ બારીક સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઘી
સ્વાદ માટે મીઠું
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
પંજાબી મીસી રોટી બનાવા માટે

    પંજાબી મીસી રોટી બનાવા માટે
  1. પંજાબી મીસી રોટી બનાવવા માટે, બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને પૂરતા પાણી (આશરે ૧/૨ કપ) નો ઉપયોગ કરીને કણિક તૈયાર કરી દો.
  2. આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી થોડી જાડી રોટી વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર તૈયાર કરેલી રોટીને થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૯ પંજાબી મીસી રોટી પણ તૈયાર કરો.

Reviews