ક્વીક રોઝ સંદેશ ની રેસીપી | Quick Rose Sandesh

મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે. આ મીઠાઇમાં તાજા પનીરનો ઉપયોગ કરશો તો તેની બનાવટ સારી થશે. તેને તમે રેફ્રિજરેટરમાં ૩ થી ૪ દીવસ રાખી શકો છો અને જ્યારે મજા લેવી હોય ત્યારે તેનો સ્વાદ માણો. આ ક્વીક રોઝ સંદેશ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવી શકાય એવી મજાની મીઠાઇ છે.

Quick Rose Sandesh recipe In Gujarati

This recipe has been viewed 5480 times

Quick Rose Sandesh - Read in English 


ક્વીક રોઝ સંદેશ ની રેસીપી - Quick Rose Sandesh recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૮માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
ટીપા ગુલાબનું ઍસેન્સ
૧ ૧/૨ ટેબલસ્પૂન ગુલાબનું શરબત
૧ કપ ખમણેલું પનીર
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા
લાંબી સમારેલી ગુલાબની પાંદડીઓ
કાર્યવાહી
    Method
  1. એક મોટી થાળીમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી ગુંદી લો.
  2. આ મિશ્રણને એક બાઉલમાં મૂકીને ૧૫ મિનિટ માટે ફ્રીજમાં રાખો.
  3. તે પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને મધ્યમાં આંગળી વડે ખાડો પાડી લો.
  4. છેલ્લે તેને પીસ્તા-બદામ અને ગુલાબની પાંદડીઓ વડે સજાવી લો.
  5. તે પછી તેને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી લીધા પછી પીરસો.

Reviews