You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની દાળ / કઢી > ઘટ્ટાની કઢી ઘટ્ટાની કઢી | Gatte ki Sabzi Recipe તરલા દલાલ ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજેદાર બને છે કે મોઢામાં પાણી છુટી જાય, અને તે ભાત કે પરોઠા સાથે સારૂં સંયોજન બનાવે છે. Post A comment 04 Dec 2024 This recipe has been viewed 9164 times गट्टे की सब्जी रेसिपी | राजस्थानी गट्टे की सब्जी |बेसन के गट्टे | गट्टे की सब्जी रेसिपी हिंदी में | - हिन्दी में पढ़ें - Gatte ki Sabzi Recipe In Hindi gatte ki sabzi recipe | Rajasthani gatte ki sabji | besan ke gatte | - Read in English Gatte ki sabzi video Video, Marwadi Gatte Ki Kadhi ઘટ્ટાની કઢી - Gatte ki Sabzi Recipe in Gujarati Tags રાજસ્થાની દાળ / કઢીપારંપારીક ભારતીય શાકકરી રેસીપીસરળ કરી રેસીપીલોકપ્રિય કઢી વાનગીઓ, સમગ્ર ભારતમાંથી કઢી ની રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   કુલ સમય : ૨૩ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ઘટ્ટા માટે૩/૪ કપ ચણાનો લોટ૧ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન વરિયાળી૧/૮ ટીસ્પૂન અજમો૧ ટેબલસ્પૂન દહીં૨ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારકઢી માટે૨ કપ દહીં૧ ટેબલસ્પૂન ચણાનો લોટ૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન વરિયાળી૧/૪ ટીસ્પૂન હીંગ૧ તમાલપત્ર૧ એલચી૧ લવિંગ૪ to ૬ કડી પત્તા૧/૪ ટીસ્પૂન હળદર૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર મીઠું, સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ ૧/૨ ટેબલસ્પૂન પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરો.આ કણિકના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૨૦૦ મી. મીં (૮”)નો નળાકાર (cylindrical) રોલ તૈયાર કરો.આ રોલમાંથી ૧૦ થી ૧૨ સરખા માપના ઘટ્ટા કાપીને બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સારા પ્રમાણમાં પાણી ઉકાળી, તેમાં આ ઘટ્ટા મેળવીને ૭ થી ૮ મિનિટ સુધી રાંધી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.કઢી માટેકઢી માટેએક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ, રાઇ, વરિયાળી, હીંગ, તમાલપત્ર, એલચી, લવિંગ અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, મરચાં પાવડર અને ધાણા-જીરા પાવડર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં ૧/૨ કપ પાણી, દહીં-ચણાના લોટનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, તૈયાર કરેલા ઘટ્ટા કઢીમાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન