આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | Aloo ki Puri, Aloo Poori, Masala Poori

આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images.

બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટાઓને પણ જીરૂરથી ભાવશે. આ આલુની પૂરીમાં સૌમ્ય કેસર અને મરીનું અનોખું સંયોજન છે, પણ જો તમને તે વધુ મસાલેદાર બનાવવી હોય તો તેમાં થોડું ભુક્કો કરેલું જીરૂ, લીલા મરચાં અને કોથમીર પણ મેળવી શકો છો.

આ અનોખી આલુની પૂરી તમે પનીર મખ્ખની , વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી , લીલા વટાણાની આમટી અથવા તમારા મનપસંદ શાક સાથે એનો આનંદ માણી શકો છો.

Aloo ki Puri, Aloo Poori, Masala Poori recipe In Gujarati

This recipe has been viewed 8553 times

आलू की पूरी रेसिपी | आलू पूरी | आलू मसाला पूरी | aloo masala puri in hindi | - हिन्दी में पढ़ें - Aloo ki Puri, Aloo Poori, Masala Poori In Hindi 


આલુની પૂરી રેસીપી - Aloo ki Puri, Aloo Poori, Masala Poori recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨૫ પૂરી. માટે
મને બતાવો પૂરી.

ઘટકો
૨ ૧/૨ કપ મેંદો
૧/૨ કપ બાફી , છોલીને છૂંદેલા બટેટા
૧/૪ ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર
થોડા કેસરના રેસા , ૩ ટેબલસ્પૂન દૂધમાં ઓગાળેલા
૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
ઘી , તળવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  2. આ કણિકના ૨૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં વણી લો.
  3. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  4. તરત જ પીરસો.
  5. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને મલમલના કપડા વડે ઢાંકીને ૧ કલાક માટે બાજુ પર રાખો.
  6. આ કણિકના ૨૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં વણી લો.
  7. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  8. તરત જ પીરસો.

Reviews