પનીર અને કોર્નનું બર્ગર જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ? પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.
મલાઇ કોફ્તા કરી આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે ....
લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ લીલા વટાણા, બટાટા અને પનીરની આ કટલેટ ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે. આ વાનગી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને ....