લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ | Green Peas, Potato and Paneer Cutlet

લીલા વટાણા, બટાટા અને પનીરની આ કટલેટ ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે. આ વાનગી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.

Green Peas, Potato and Paneer Cutlet recipe In Gujarati

This recipe has been viewed 19054 times
5/5 stars  100% LIKED IT   
5 REVIEWS ALL GOOD

ग्रीन पीस्, पटॅटो एण्ड पनीर कटलॅट - हिन्दी में पढ़ें - Green Peas, Potato and Paneer Cutlet In Hindi 


લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ - Green Peas, Potato and Paneer Cutlet recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨કટલેટ માટે
મને બતાવો કટલેટ

ઘટકો

લીલા વટાણાના મિશ્રણ માટે
૧ ૧/૨ કપ બાફેલા લીલા વટાણા , હલકા છૂંદેલા
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
ચપટીભર બેકીંગ સોડા
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

બટાટાના મિશ્રણ માટે
૧ ૧/૪ કપ બાફી , છોલીને છૂંદેલા બટાટા
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ

પનીરના મિશ્રણ માટે
૧/૨ કપ ખમણેલું પનીર
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર

રાંધવા માટે
૧ કપ મેંદો , ૧ ૧/૨ કપ પાણીમાં ઓગાળેલું
બ્રેડ ક્રમ્બસ્ , કટલેટને રોલ કરવા માટે
તેલ , તળવા માટે

પીરસવા માટે
ટમૅટો કૅચપ
કાર્યવાહી
લીલા વટાણાના મિશ્રણ માટે

  લીલા વટાણાના મિશ્રણ માટે
 1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં લીલા વટાણા, બેકીંગ સોડા, લીંબુનો રસ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
 3. તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.

બટાટાના મિશ્રણ માટે

  બટાટાના મિશ્રણ માટે
 1. એક બાઉલમાં બટાટા, લીલા મરચાં, હળદર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 2. એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટાનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
 3. તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.

પનીરના મિશ્રણ માટે

  પનીરના મિશ્રણ માટે
 1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક બાઉલમાં વટાણાનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને પનીરનું મિશ્રણ ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
 2. આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૨ સરખાં ભાગ પાડી દરેક ભાગની ૬૭ મી. મી. (૨ ૧/૨”) ની ગોળ કટલેટ તૈયાર કરો.
 3. આ કટલેટને મેંદા-પાણીના મિશ્રણમાં ડુબાડી લીધા પછી બ્રેડ ક્રમ્બસ્ માં રોલ એવી રીતે કરો કે તેની દરેક બાજુએ બ્રેડ ક્રમ્બસ્ નું આવરણ તૈયાર થઇ જાય.
 4. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે ૨ થી ૩ કટલેટ નાંખી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી કરી લો.
 5. ટમૅટો કૅચપ સાથે તરત જ પીરસો.

Reviews

લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ
 on 13 Sep 18 07:02 PM
5

લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ
 on 30 Jan 18 10:48 AM
5

Dear Tara Ben it''s my pleasure Tarlaben maru name vikramaditya parmar che Amaru Kam hal ma Methi Thepla banavine Mumbai supply che and mare BHEL puri Ni puri nu manufacturing karvanu che aap Ni Tara thi sevpuri and BHEL ni puri ni recipe joity hati maru Kam palghar Maharashtra ma che and Mumbai ma nikal manas through supply chain Che aap na taraf thi koi Byers hoy to mehrbani these Thanks regards Vikramaditya parmar.
Tarla Dalal
30 Jan 18 02:43 PM
   below are the recipes you have asked for... https://www.tarladalal.com/Papdi-(-For-Chaat)-40008r https://www.tarladalal.com/Puri-For-Pani-Puri-Puri-For-Golgappa-Golgappa-Puri-2808r
લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ
 on 26 Dec 16 07:48 PM
5

લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ
 on 29 Jul 16 07:50 PM
5

Saaro che...
લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ
 on 27 Jun 16 03:09 PM
5

Wow, these cutlets are paneer, pea, and potato excellent combo. Crunchy from outside, and melts in the mouth.I make this cutlet for my family and all loved it...worth a try !