પનીર ટિક્કી | Paneer Tikki

તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.

Paneer Tikki recipe In Gujarati

This recipe has been viewed 4240 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODપનીર ટિક્કી - Paneer Tikki recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ટિક્કી માટે
મને બતાવો ટિક્કી

ઘટકો

સૂકા મેવાને મિક્સ કરી પૂરણ બનાવવા માટે
૧/૪ કપ સમારેલી કિસમિસ
૧/૪ કપ સમારેલા કાજૂ

ટિક્કી માટે
૧ ૧/૨ કપ ભૂક્કો કરેલું પનીર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
ચપટીભર પીસેલી સાકર
મકાઇનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
ટમૅટો કેચપ/ લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક પ્લેટમાં પનીર મૂકી તેને કણિક જેવું સુંવાળું થાય ત્યાં સુધી બરોબર મસળી લો.
  2. તેમાં કોથમીર, લીલા મરચાં, મીઠું અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને, હાથની મદદથી, ગોળ આકાર આપી દો.
  4. એક ગોળાકાર ભાગને વચ્ચેથી થોડું દબાવી, તેમાં સૂકા મેવાનું પૂરણ ભરી, ફરીથી તેને હાથની મદદથી ગોળાકાર બનાવો. હવે બન્ને હાથથી તેને ધીરેથી દબાવી તેને સપાટ બનાવી દો. હવે આ ટિક્કીને મકાઇના લોટમા રગદોળી લો.
  5. રીત ક્રમાંક ૪ પ્રમાણે બાકીની ૯ ટિક્કી બનાવી લો.
  6. એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરી, એક સમયે થોડી-થોડી ટિક્કી લઈ, બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. ટમૅટો કેચપઅથવા લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

Reviews

પનીર ટિક્કી
 on 19 Aug 17 05:20 PM
5

very tasty