સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને સુવાસ મળે છે તે તેમાં વપરાયેલા મસાલા અને બીજી વસ્તુઓ જેવી કે લીંબુની છાલ, સંતરાની છાલ, સૂંઠ પાવડર અને તજ પાવડર વડે મળી રહે છે. વરસના અંતે નાતાલની ઉજવણી માટે બનાવવામાં આવતી આ વાનગી, સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગમાં ઇંડા એક જરૂરી સામગ્રી ગણાય છે. અહીં અમે તેમાં સૂકા મેવા ઉમેરીને એક એક ઘુંટડે કરકરો સ્વાદ આપતી આ સ્ટીમડ્ ક્રિસ્મસ પુડિંગની રીત રજૂ કરી છે. આ પુડિંગની એક અલગ જ સુવાસ છે જેની મીઠાશ, વિશિષ્ટતાથી ભરપુર છે જે તેમાં ઉમેરવામાં આવેલી વિવિધ વસ્તુઓ વડે મળે છે. આ પુડિંગ તમને આઇસક્રીમ સાથે મજેદાર સ્વાદનો અનુભવ કરાવશે.