ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms તરલા દલાલ ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | cheesy mushrooms in gujarati | with 13 amazing images. ચીઝી મશરૂમ રેસીપી અદ્ભુત સ્વાદ, ચીઝ અને મશરૂમને એકસાથે માણવાની એક સરસ રીત છે. મશરૂમ, જ્યારે આ આશ્ચર્યજનક પૂરણ સાથે બેક કરવામાં આવે છે, ત્યારે એ એક ઉત્તમ મશરૂમ સ્ટાર્ટર રેસીપીમાં રૂપાંતર થાય છે, જે તમને ઘણી બધી પ્રશંસા કમાવીને આપશે. બધા મશરૂમ પ્રેમીઓ માટે આ બનાવવું માત્ર એકદમ સરળ નથી, પણ એકદમ સ્વાદિષ્ટ અને ભવ્ય પણ છે!ચીઝી મશરૂમ રેસીપી માટે ટિપ્સ: ૧. તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ૨. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે. ૩. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે. ૪. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો. Post A comment 05 Aug 2021 This recipe has been viewed 3746 times चीज़ी मशरूम रेसिपी | चीज़ मशरूम | स्टार्टर रेसिपी | स्टफ्ड चीज़ी मशरूम - हिन्दी में पढ़ें - Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms In Hindi cheesy mushrooms recipe | mushroom stuffed with cheese | Indian stuffed cheesy mushrooms | mushroom starter recipe | - Read in English Cheesy Mushrooms recipe Video ચીઝી મશરૂમ રેસીપી - Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms recipe in Gujarati Tags ઇટાલિયન સ્ટાર્ટસ્મનોરંજન માટેના નાસ્તાચીઝવાળા નાસ્તાભારતીય પાર્ટીના વ્યંજનઇટાલીયન પાર્ટીના વ્યંજનવેસ્ટર્ન પાર્ટીકોકટેલ પાર્ટી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૩૦ મિનિટ    ૨૫ ચીઝી મશરૂમ માટે મને બતાવો ચીઝી મશરૂમ ઘટકો ચીઝી મશરૂમ માટે૨૫ મોટા કદના મશરૂમમીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ૧/૪ કપ બારીક સમારેલા કાંદા૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન રાઇનો પાવડર૧/૪ કપ બ્રેડ ક્રમ્બસ્૨ ટીસ્પૂન માખણ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી ચીઝી મશરૂમ બનાવવા માટેચીઝી મશરૂમ બનાવવા માટેચીઝી મશરૂમ બનાવવા માટે, પૂરણને ૨૫ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.મશરૂમની દાંડી દૂર કરો અને તેને કાઢી નાખો જેથી મશરૂમની કેપ્સમાં ખાડો રચાય.પૂરણના ભાગ સાથે દરેક મશરૂમ કેપને ભરો.ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર સ્ટફ્ડ મશરૂમ ગોઠવો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૧૦ મિનિટ માટે બેક કરો.ચીઝી મશરૂમને તરત જ પીરસો. વિગતવાર ફોટો સાથે ચીઝી મશરૂમ રેસીપી ચીઝી મશરૂમ માટે ટિપ્સ તમે પૂરણમાં કેપ્સિકમ જેવા અન્ય ક્રન્ચી શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. પૂરણમાં નરમ માખણ ઉમેરવાનું પસંદ કરો જેથી તે અન્ય ઘટકોની સાથે સારી રીતે મિક્સ થાય અને બંધનમાં મદદ કરે. મીઠું ઉમેરતી વખતે સાવચેત રહો કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે. જો તમે દાંડીને વાપરવા માંગતા તો તમે તેને બારીક કાપી શકો છો અને ઝડપથી તેને સાંતળીને અને મિશ્રણમાં ઉમેરી શકો છો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન