ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.

Sweet Boondi recipe In Gujarati

મીઠી બુંદી - Sweet Boondi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ચાસણી માટે
૧ કપ સાકર
૨ ચપટીભર કેસર , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલી

બીજી જરૂરી વસ્તુઓ
૧ કપ ચણાનો લોટ
ઘી , તળવા માટે

સજાવવા માટે
૧/૨ ટીસ્પૂન એલચી પાવડર
૧ ટીસ્પૂન પીસ્તાની કાતરી
૧ ટીસ્પૂન બદામની કાતરી
કાર્યવાહી
ચાસણી માટે

    ચાસણી માટે
  1. એક ખુલ્લા-નૉન સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સાકર ઓગળી જાય અને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
  2. પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક બાઉલમાં ૧/૨ કપ પાણી સાથે ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે તે પછી તેને બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખીરૂ લઇ બુંદીના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.
  3. આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને સાકરની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
  4. એલચી પાવડર અને પીસ્તા-બદામ વડે સજાવીને તરત પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ઉપરની રીત નં. ૨ વખતે બુંદીનો જારો ૩ થી ૪ ઇંચ કઢાઇથી ઉપર રાખવો કારણકે ઘી બહુ ગરમ હશે.

Reviews

મીઠી બુંદી
 on 22 Jul 16 03:42 PM
5

Thanks for the recipe, a very easy and quick way to make these delicious boondi. I will again make this recipe on dassera or Raksha - Bandhan...