ઉત્તપમ પિઝા રેસીપી | તવા ઉત્તપમ પિઝા રેસીપી | ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા | વેજીટેબલ ઉત્તપમ પિઝા રેસીપી | Uttapam Pizza

ઉત્તપમ પિઝા રેસીપી | તવા ઉત્તપમ પિઝા રેસીપી | ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા | વેજીટેબલ ઉત્તપમ પિઝા રેસીપી | uttapam pizza in gujarati | with 11 amazing images.

અમારી સરળ ઉત્તપમ પિઝા રેસીપી ઢોસાના ખીરાથી બનાવવામાં આવે છે અને તેથી ઢોસા બેટર સાથે ઉત્તપમ પિઝા કહેવામાં આવે છે. ચીઝ, પિઝા સોસ સિવાય, અમે આ વેજીટેબલ ઉત્તપમ પિઝામાં કાંદા અને સિમલા મરચાં ઉમેરી દીધા છે.

વઘેલા ઉત્તપમને ઉપયોગ કરવાની મઝાની રીત! ઉત્તપમ પિઝા એટલો સ્વાદિષ્ટ છે કે તમારા બાળકો ઇચ્છે છે કે દર વખતે તમે ડોસાના ખીરાથી તમે આ પિઝા બનાવો.

Uttapam Pizza recipe In Gujarati

ઉત્તપમ પિઝા રેસીપી - Uttapam Pizza recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ ઉત્તપમ પિઝા માટે
મને બતાવો ઉત્તપમ પિઝા

ઘટકો

ઉત્તપમ પિઝા માટે
૧ કપ વઘેલું ઢોસાનું ખીરૂ
૬ ટેબલસ્પૂન પિઝા સૉસ
૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે
૧/૨ કપ પતલા સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ પતલા સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૬ ટેબલસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
કાર્યવાહી
ઉત્તપમ પિઝા માટે

    ઉત્તપમ પિઝા માટે
  1. ઉત્તપમ પિઝા બનાવવા માટે, એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો.
  2. એક ચમચા જેટલું ખીરૂ રેડવું અને ૧૫૦ મી. મી. (૬”)નો ઉત્તપમ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો અને બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ થી રાંધી લો.
  3. સ્વચ્છ, સૂકી જગ્યા પર ઉત્તપમ મૂકો, તેના ઉપર ૨ ટેબલસ્પૂન પિઝા સૉસ નાંખો અને તેને સરખી રીતે ફેલાવો.
  4. તેની ઉપર થોડા કાંદા અને સિમલા મરચાં ફેલાવો.
  5. અંતમાં તેના પર સરખે ભાગે ૨ ટેબલસ્પૂન ચીઝ ફેલાવો.
  6. એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેના પર ઉત્તપમ પિઝા રાખો, ઢાંકણથી ઢાંકીને ધીમા તાપ પર ૩ મિનિટ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
  7. રીત ક્રમાંક ૧ થી ૬ મુજબ વધુ ૨ ઉત્તપમ પિઝા તૈયાર કરો.
  8. ઉત્તપમ પિઝાને ૪ સમાન ટુકડાઓમાં કાપો અને તરત જ પીરસો.

Reviews