ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી | Quick Orange Sandesh

Quick Orange Sandesh recipe In Gujarati

This recipe has been viewed 2253 times

Quick Orange Sandesh - Read in English 


એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે.

સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વાદ મળે છે. અમે અહીં આ ક્વીક ઓરેન્જ સંદેશમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કર્યો છે, જેથી તમે તેને થોડા સમયમાં જ તૈયાર કરી શકો.

આ ઉપરાંત આ મીઠાઇની વધુ એક સારી વાત એ છે કે તમે તેને રેફ્રીજરેટરમાં ૩ થી ૪ દિવસ સુધી રાખી શકો છો, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેની મજા માણી શકો.

બીજી ઝટ-પટ મીઠાઇ પણ પણ અજમાવો જેમ કે કેસર પેંડા અને શ્રીખંડ .

ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી - Quick Orange Sandesh recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ સંદેશ માટે
મને બતાવો સંદેશ

ઘટકો
૫ ટીસ્પૂન ટીપા સંતરાના ઍસન્સના
૨ ટેબલસ્પૂન સંતરાનો સ્કવૉશ
૧ કપ ખમણેલું પનીર
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા
સંતરાની ચીરીઓ
કાર્યવાહી
    Method
  1. એક થાળીમાં બધી વસ્તુઓ ભેગી કરીને બહુ સારી રીતે તેને ગુંદીને સરસ મજાનું સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. આમ તૈયાર થયેલા મિશ્રણને એક બાઉલમાં મૂકી, તેને ફ્રીજરમાં ૧૫ મિનિટ સુધી રાખી મૂકો.
  3. તે પછી તેના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથ વડે ગોળાકાર બનાવી થોડું હલકું દબાવીને તેની મધ્યમાં આંગળી વડે દબાવીને ખાડો પાડો.
  4. છેલ્લે તેને પીસ્તા-બદામ અને સંતરાની ચીરીઓ વડે સજાવી લો.
  5. આમ તૈયાર થયેલા સંદેશને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂક્યા બાદ પીરસો.

Reviews