You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન બર્ગર / ગ્રીલ્સ્ > વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી | Veg Stuffed French Bread તરલા દલાલ રાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડને કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે. માખણની નરમાશ અને સફેદ સૉસ તથા ઢગલાબંધ શાકભાજી સાથે પીગળેલું ચીઝ જેવી વસ્તુઓના પૂરણથી આ ફ્રેન્ચ બ્રેડ ખરેખર એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે તેની ગણતરી એક મજેદાર ભોજનમાં કરી શકાય. આ વાનગીમાં તમે મરચાંની તીખાશ વધુ કે ઓછી કરવા ચીલી ફ્લેક્સનાં પ્રમાણને ઓછુંવત્તું કરી શકો છો. Post A comment 24 Dec 2018 This recipe has been viewed 3168 times Veg Stuffed French Bread - Read in English વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી - Veg Stuffed French Bread recipe in Gujarati Tags ફ્રેન્ચ સ્ટાર્ટસ્ફ્રેન્ચ બ્રેડફ્રેન્ચ સાઈડ ડીશઅમેરીકન બર્ગર / ગ્રીલ્સ્ઝડપી સાંજે નાસ્તાસેન્ડવીચ રેસીપી, વેજ સેન્ડવિચ રેસીપીતળીને બનતી રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૨માત્રા માટે ઘટકો વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી બનાવવા માટે૧ બૅગેટ૧/૪ ટીસ્પૂન માખણ , ચોપડવા માટેમિશ્રણ માટે૧ ૧/૨ કપ સમારેલા રંગીન સિમલા મરચાં૧/૨ કપ બાફેલા મીઠી મકાઇના દાણા૧/૨ ટેબલસ્પૂન માખણ૧/૨ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧ કપ સફેદ સૉસ૫ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્મીઠું અને મરી , સ્વાદાનુસારટોપીંગ માટે૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ કાર્યવાહી મિશ્રણ માટેમિશ્રણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં રંગીન સિમલા મરચાં અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમા સફેદ સૉસ, ખમણેલું ચીઝ, લાલ મરચાંના ફ્લેક્સ્, મિક્સ હર્બસ્, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.બનાવવા માટે આગળની રીતબનાવવા માટે આગળની રીતબૅગેટને એક સાફ સૂકી જગ્યા પર રાખી ઉપરથી તેમાં એક લાંબો ચીરો પાડી લો. તમારી આંગળીઓ વડે બ્રેડની મધ્યમાં સ્કુપ કરી લો જેથી વચમાં એક નાનો ખાડો બને. આમ સ્કુપ કરેલા બ્રેડને કાઢી નાખો.તૈયાર કરેલા મિશ્રણ વડે બૅગેટ ભરી લો.આમ તૈયાર કરેલા બૅગેટને ગ્રીઝ કરેલી બેકીંગ ટ્રે પર મૂકી તેની પર પ્રોસેસ્ડ ચીઝ સરખી રીતે છાંટી લો.આગળથી ગરમ કરેલા ઑવનમાં બૅગેટને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન