પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | Milagai Podi Idli, Podi Idli

પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી | milagai podi idli recipe in gujarati | with 26 amazing images.

વધેલી ઇડલી થી તમારા બાળકોને ગમશે તેવું એક મનોરંજક ટિફિન ટ્રીટમાં રૂપાંતરિત જુઓ. ઈડલીના ટુકડાને ઘી અને પોડીની સાથે ટૉસ કરવા થી તે મસાલેદાર અને સ્વાદિષ્ટ બને છે, અને એ પણ ખાતરી આપે છે કે તે ટિફિન બોક્સમાં લગભગ ૫ કલાક સુધી નરમ અને ભેજવાળું રહે છે.

જ્યારે તમારી પાસે બચી ગયેલી ઇડલી ન હોય ત્યારે પણ, તમે મીની ઇડલી પ્લેટમાં બનાવેલી બટન ઇડલી સાથે પણ આ દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી બનાવી શકો છો. આ બાળકો માટે વધુ આક્રષર્ક દેખાશે!

નાની રીસેસ ના કોમ્બો ને સંપૂર્ણ કરવા માટે ટિફિનમાં મસાલા અનેનાસ પણ પેક કરો.

Milagai Podi Idli,  Podi Idli recipe In Gujarati

This recipe has been viewed 2805 times



પોડી ઇડલી | મૂલગાપૂડી ઈડલી | દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી - Milagai Podi Idli, Podi Idli recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પોડી ઇડલી માટે
૧ કપ અડદની દાળ
૨ ટેબલસ્પૂન ચણાની દાળ
૧૨ આખા સુકા કાશ્મીરી લાલ મરચાં
૧૦ to ૧૨ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર

મૂલગાપૂડી ઈડલી માટે અન્ય સામગ્રી
વધેલી ઇડલી , ટુકડામાં કાપીને
૨ ટેબલસ્પૂન ઘી
કાર્યવાહી
પોડી ઇડલી બનાવવા માટે

    પોડી ઇડલી બનાવવા માટે
  1. એક પહોળા નોન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં અડદની દાળ નાખો. મધ્યમ આંચ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેમાં આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સુકી શેકી લો. એક સપાટ પ્લેટ પર કાઢો, તેને સરખી રીતે ફેલાવો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
  2. એ જ પેનમાં ચણાની દાળ નાખો. મધ્યમ આંચ પર ૨ મિનિટ સુધી અથવા તેમાં આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સુકી શેકી લો. એક સપાટ પ્લેટ પર કાઢો, તેને સરખી રીતે ફેલાવો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
  3. એ જ પેનમાં લાલ મરચા પણ નાખો અને તેને ૩૦ સેકંડ સુધી શેકી લો.
  4. તેમાં કડી પત્તા ઉમેરો અને મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે શેકી લો.
  5. એ જ ફ્લેસપાટ પ્લેટમાં લાલ મરચાં અને કડી પત્તા ને ઉમેરો, તેને સરખી રીતે ફેલાવો અને આ મિશ્રણને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે એક બાજુ રાખો.
  6. હિંગ અને મીઠું નાખી મિક્સરમાં થોડો દરદરો પાવડર થવા સુધી પીસી લો.
  7. મૂલગાપૂડી પાઉડરને હવાબંધ બરણીમાં સ્ટોર કરો અને જરૂર મુજબ વાપરો.

મૂલગાપૂડી ઈડલી બનાવવા માટે

    મૂલગાપૂડી ઈડલી બનાવવા માટે
  1. દક્ષિણ ભારતીય મૂલગાપૂડી ઈડલી બનાવવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, મૂલગાપૂડી પાઉડરને ઉમેરો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  2. ઈડલી ઉમેરો, ધીમે ધીમે મિક્સ કરો અને મધ્યમ આંચ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

મૂલગાપૂડી ઈડલી કેવી રીતે પેક કરવી

    મૂલગાપૂડી ઈડલી કેવી રીતે પેક કરવી
  1. મૂલગાપૂડી ઈડલીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, અને હવાબંધ ટિફિન બોક્સમાં પેક કરો.

Reviews