You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > ફૂદીના પરાઠા ફૂદીના પરાઠા | Pudina Paratha, Mint Paratha તરલા દલાલ ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં પણ સાથે લઇ જઇ શકાય છે. Post A comment 15 Jul 2020 This recipe has been viewed 10278 times पुदिना पराठा रेसिपी | हेल्दी मिंट पराठा | पंजाबी पुदीना पराठा | - हिन्दी में पढ़ें - Pudina Paratha, Mint Paratha In Hindi paushtik paratha | healthy paushtic paratha | paushtik paratha for kids, adults | paushtik paratha with vegetables | - Read in English ફૂદીના પરાઠા - Pudina Paratha, Mint Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | થેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેતવો વેજસવારના નાસ્તાની ઝટપટ રેસીપીરોટી પરાઠા તમારા આયર્ન વધારવા માટે મુસાફરી માટે પરાઠા રેસીપી તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૧૭ મિનિટ    ૬પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ૧/૨ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન૧ કપ ઘઉંનો લોટ૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન અજમો૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટે તેલ , ચોપડવા અને શેકવા માટેપીરસવા માટે તાજું દહીં અથાણું કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પ્રમાણે હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.કણિકના ૬ સરખા ભાગ પાડો.એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો અને ઉપરના ભાગ પર થોડું એકસરખું તેલ ચોપડો.હવે રોટીના બે વિરુદ્ધ છેડા વચ્ચેની તરફ વાળો, ધ્યાન રાખશો કે બન્ને બાજુ એકબીજા પર ન પડે. હવે બાકીના બે છેડા વચ્ચેની તરફ વાળો જેથી રોટીનો આકાર એક ચોરસ લિફાફા જેવો બને.હવે તેની પર ૧ ટેબલસ્પૂન ફૂદીનાના પાન ભભરાવી, ધીરેથી દબાવી લો જેથી પાન પરાઠાને ચોંટી જાય.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરાઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીના ૫ પરાઠા બનાવી લો.તાજા દહીં અને અથાણાં સાથે ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન