ક્વીક ટમેટો પીઝા | Quick Tomato Pizza, Indian Style Tomato Pizza

આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.

Quick Tomato Pizza, Indian Style Tomato Pizza recipe In Gujarati

ક્વીક ટમેટો પીઝા - Quick Tomato Pizza, Indian Style Tomato Pizza recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૧૭ થી ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૨પીઝા માટે
મને બતાવો પીઝા

ઘટકો

પીઝા સૉસ માટે
૧ ૧/૪ કપ હલકા ઉકાળેલા ટમેટા (જુઓ નીચે હાથવગી સલાહ)
૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ટમૅટો કેચપ
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૧ ટીસ્પૂન સૂકો લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તૈયાર મળતા પીઝાના રોટલા
૧/૨ કપ પાતળા લાંબા કાપેલા સિમલા મરચાં
૧ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હલકા ઉકાળેલા ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ટમૅટો કેચપ, સાકર, ઑરેગાનો, ચીલી ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. આમ તૈયાર થયેલા સૉસના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. હવે ૧ પીઝાના રોટલાને સૂકી જગ્યા પર રાખી, તેની પર તૈયાર કરેલા પીઝા સૉસનો ૧ ભાગ પાથરી લો. તે પછી તેની પર ૧/૪ કપ લાંબા કાપેલા સિમલા મરચાં મૂકી ઉપરથી ૧/૨ કપ ખમણેલું ચીઝ સરખી રીતે છાંટી લો.
  2. રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલો બીજો પીઝા પણ તૈયાર કરી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી નીચેથી પીઝા બરોબર કરકરું થાય ત્યાં સુધી બેક કરી લો.
  3. આ પીઝાના વેજ કરી તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ૬ મોટા ટમેટા હલકા ઊકાળ્યા પછી છોલી, બી કાઢી અને ઝીણા સમારીને ૧ ૧/૪ કપ બનશે.

Reviews