જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે.
અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય તેવી લેવી, જેથી તે રાઇતાને મીઠાશ આપે અને સાથે-સાથે સમારવામાં પણ સરળ રહે. યાદ રાખો કે આ રાઇતાને પીરસવાના સમય સુધી ફ્રીજમાં રહેવા દેવું, નહીં તો તેનો સ્વાદ બદલાઇ જશે અને ખટ્ટાશ પકડશે.