ગાંઠિયાની સબ્જી | Gathiya Sabzi

આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.

Gathiya Sabzi recipe In Gujarati

ગાંઠિયાની સબ્જી - Gathiya Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ તૈયાર ગાંઠિયા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૩/૪ કપ તાજું દહીં
એક ચપટીભર હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.
  4. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews