કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો.
અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને એક દિવસ ઠંડા પાડવા રાખવાના છે.
તેનું મિશ્રણ જ્યારે ૧ દિવસ માટે સંપૂર્ણ રીતે ઠંડું પડી જાય, ત્યારે તે કડક થઇ જશે પણ તેનો ભૂક્કો કરવાથી જોઇએ તેવું પણ બની જશે. આ કેસર પેંડા બનાવીને હવાબંધ બરણીમાં મૂકી ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજા રહેશે.
કેસર પેંડા - Kesar Peda recipe in Gujarati
Method- એક નાના બાઉલમાં દૂધ સાથે કેસર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
- તે પછી તેમાં સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણને એક થાળીમાં પાથરીને તેને ઢાંકીને એક દીવસ રહેવા દો.
- તે પછી માવાના મિશ્રણનો ભૂક્કો કરી તેમાં એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.
- તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.