You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની મનપસંદ મીઠાઇ > કેસર પેંડા કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda તરલા દલાલ કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati | with 26 amazing images. કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે. તેનું મિશ્રણ જ્યારે સંપૂર્ણ રીતે ઠંડું પડી જાય, ત્યારે તે કડક થઇ જશે પણ તેનો ભૂક્કો કરવાથી જોઇએ તેવું પણ બની જશે. આ કેસર પેંડા બનાવીને હવાબંધ બરણીમાં મૂકી ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજા રહેશે. કેસર પેંડા રેસીપી માટેની ટિપ્સ: ૧. કેસર પેડાને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૨ દિવસ સુધી સારા રહે છે. પેંડાને બોક્સમાં ચોંટતા અટકાવવા માટે અમે કન્ટેનરમાં ફૉઇલ રાખ્યો છે. ૨. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો. ૩. મિશ્રણને હળવા હાથે મિક્સ કરો અને કેસર પેંડા માટે અમારું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે અન્યથા માવામાંથી ઘી અલગ થઈ શકે છે. ૪. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આ પેંડાના મિશ્રણમાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો. ૫. ક્લિંગ ફિલ્મથી કવર કરો. કેસર પેંડા મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો. . આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. Post A comment 31 Aug 2021 This recipe has been viewed 18839 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD केसर पेड़ा रेसिपी | झटपट केसर पेड़ा | आसान पेड़ा रेसिपी | केसर मावा पेड़ा - हिन्दी में पढ़ें - Kesar Peda In Hindi kesar peda recipe | instant kesar peda | quick and easy peda recipe | kesar mawa peda | - Read in English Table Of Contents કેસર પેંડા વિશે માહિતી, about kesar peda▼વિગતવાર ફોટો સાથે રેસિપી કેસર પેંડા, kesar peda step by step recipe▼કેસર પેડા કંઈ સામગ્રીથી બને છે?, what is kesar peda made off?▼માવો શું છે?, what is mawa (khoya)?▼કેસર-દૂધનું મિશ્રણ બનાવવા માટે, preparing kesar milk▼માવાને રાંધવા માટે, cooking mawa▼કેસર પેંડા બનાવવા માટે, making kesar peda▼કેસર પેંડા માટેની ટિપ્સ, tips for kesar peda▼ કેસર પેંડા - Kesar Peda recipe in Gujarati Tags રાજસ્થાની મનપસંદ મીઠાઇમનગમતી રેસીપીપેંડા / લાડુદિવાળીની રેસિપિરક્ષાબંધન રેસીપીમહાશીવરાત્રી રેસિપિસ જન્માષ્ટમીની વાનગીઓ, જન્માષ્ટમી માટે ઉપવાસની વાનગીઓ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૧૫ પેંડા માટે મને બતાવો પેંડા ઘટકો કેસર પેંડા માટે૧/૪ ટીસ્પૂન કેસર૨ કપ ભૂક્કો કરેલો માવો૧ ટીસ્પૂન દૂધ૧/૨ કપ પીસેલી સાકર૧/૪ ટીસ્પૂન એલચી પાવડર કાર્યવાહી કેસર પેંડા બનાવવા માટેકેસર પેંડા બનાવવા માટેકેસર પેડા બનાવવા માટે, એક નાના બાઉલમાં કેસર અને દૂધ ભેગું કરો, ખૂબ જ સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.મિશ્રણને થાળીમાં નાખો, તેને સમાનરૂપે ફેલાવો અને ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા માટે બાજુ પર રાખો.સાકર, એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.ક્લિંગ ફિલ્મથી કવર કરો અને મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો.સારી રીતે મિક્સ કરો અને કણિક બનાવી લો.આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.દરેક પેડા પર થોડું કેસર મૂકો અને હળવેથી દબાવો.ફરીથી ક્લિંગ ફિલ્મથી કવર કરો અને ૬ કલાક માટે અથવા પેડા દૃઢ થાય ત્યાં સુધી રિફ્રિજરેટમાં રાખો.કેસર પેડાને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી ફ્રીજમાં રાખી મૂકો. વિગતવાર ફોટો સાથે કેસર પેંડા ની રેસીપી કેસર પેંડા જેવી અન્ય રેસીપી તે તમને કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in Gujarati | ગમે છે, પછી અમારી પેંડા / લાડુની રેસીપીઓના સંગ્રહને તપાસો. અહીં કેટલીક લોકપ્રિય પેંડાની રેસીપીઓ આપી છે. મલાઇ પેંડા | Malai Peda કેસર પેડા કંઈ સામગ્રીથી બને છે? કેસર પેડા કંઈ સામગ્રીથી બને છે? ઇન્સ્ટન્ટ કેસર પેંડા ૧/૪ ટીસ્પૂન કેસર, ૨ કપ ભૂક્કો કરેલો માવો, ૧ ટીસ્પૂન દૂધ, ૧/૨ કપ પીસેલી સાકર, ૧/૪ ટીસ્પૂન એલચી પાવડરથી બનાવવામાં આવે છે. માવો શું છે? માવો ફોટામાં છે એવો દેખાય છે. કેસર-દૂધનું મિશ્રણ બનાવવા માટે એક નાના બાઉલમાં ૧ ટીસ્પૂન દૂધ નાખો. ૧/૪ ટીસ્પૂન કેસર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો. માવાને રાંધવા માટે એક ગરમ પહોળા નોન-સ્ટીક પેનમાં ૨ કપ (૧/૨ કિલો) ભૂક્કો કરેલો માવો મૂકો. મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. માવા મિશ્રણને એક મોટી થાળીમાં નાખો. તેને સ્પેટુલાની મદદથી સારી રીતે ફેલાવો અને ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી અથવા જ્યાં સુધી મિશ્રણને હાથથી સરળતાથી સંભાળી શકાય ત્યાં સુધી ઠંડુ કરો. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણકે તે પેંડામાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો. ૧/૪ ટીસ્પૂન એલચી પાવડર ઉમેરો. કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો. હળવે હાથે મિક્સ કરો અને અમારું કેસર પેંડાનું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે નહીં તો માવામાંથી ઘી અલગ થઈ શકે છે. ક્લિંગ ફિલ્મથી કવર કરી દો. કેસર પેંડાના મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ કરો. આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. કેસર પેંડાનું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. હવે મિશ્રણમાંથી સરળતાથી કણિક તોયાર કરી શકાય છે. કણિક બનાવી લો. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે નહીં તો માવામાંથી ઘી અલગ થઈ શકે છે. મિશ્રણ કણિકની જેમ બંધાયેલું હોવું જોઈએ. કેસર પેંડા બનાવવા માટે મિશ્રણને ૧૬ સમાન ભાગોમાં વહેંચો. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો. તમારા હાથને ઘીથી થોડું ગ્રીસ કરી લો. ગોળ સરળ આકાર મેળવવા માટે, પેંડાની બાજુઓને તમારી હથેળી પર ફેરવો. દરેક પેંડા પર થોડી કેસરની સેર મૂકો. હળવેથી નીચે દબાવો જેથી કેસર ચોંટી જાય. આપણા કેસર પેંડા અત્યારે ખૂબ જ નરમ છે. તેથી પેંડાને દૃઢ બનાવવા માટે તેને ક્લિંગ ફિલ્મથી લપેટીને ફ્રિજમાં મૂકો. ૬ કલાકમાં ફ્રિજમાંથી બહાર કાઢી લો. કેસર પેંડા એકદમ દૃઢ બની પીરસવા આપવા માટે સારા છે. શ્રેષ્ઠ પરિણામ માટે તેને આખી રાત ફ્રિજમાં ઠંડુ થવા દો. કેસર પેંડાને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી ફ્રીજમાં રાખી મૂકો. કેસર પેંડા માટેની ટિપ્સ કેસર પેડાને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૨ દિવસ સુધી સારા રહે છે. પેંડાને બોક્સમાં ચોંટતા અટકાવવા માટે અમે કન્ટેનરમાં ફૉઇલ રાખ્યું છે. દરેક ભાગને એક ગોળ બોલના આકારમાં ફેરવો. પછી તેને તમારી હથેળીઓ વચ્ચે સહેજ સપાટ કરો. દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો. તમે સારા દેખાવા માટે છરી, કાંટો અથવા દોરાની મદદથી ઇન્સ્ટન્ટ કેસર પેંડા પર ક્રિસ ક્રોસ પેટર્ન બનાવી શકો છો. મિશ્રણને હળવા હાથે મિક્સ કરો અને કેસર પેંડા માટે અમારું મિશ્રણ તૈયાર છે. હળવે હાથે મિક્સ કરવું અગત્યનું છે અન્યથા માવામાંથી ઘી અલગ થઈ શકે છે. ૧/૨ કપ પીસેલી સાકર ઉમેરો. અમે પીસેલી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આ પેંડાના મિશ્રણમાં સમાનરૂપે ફેલાશે. તમે તમારી પસંદગી મુજબ માત્રા વધારી કે ઘટાડી શકો છો. ક્લિંગ ફિલ્મથી કવર કરો. કેસર પેંડા મિશ્રણને ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખો.. આ પેંડાને આકાર આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/kesar-peda-gujarati-40033rકેસર પેંડાAmita sheth on 01 Aug 19 07:30 PM5 PostCancelhttps://www.tarladalal.com/kesar-peda-gujarati-40033rકેસર પેંડાkrupali on 07 Mar 17 05:46 PM5Only 30 minutes ma bani jati aa kesar peda ni recipe khub j easy che...hu aa recipe festival na time par mara ghare banv j chu ne je loko e aa peda test karya che e loko ne vishwash nathi thayo ke aa ghare banave la peda che ne pachi e loko a pan pota na ghare pakku aa peda recipe banvi che.thank you aa easy recipe share karva. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન