લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | Green Peas Amti, Maharashtrian Matar Ambti

લીલા વટાણાની આમટી ની રેસીપી | વટાણાની આમટી | મહારાષ્ટ્રિયન આમટી | green peas amti in Gujarati | with 29 amazing images.

લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.

લીલા વટાણાની આમટી માટે ટિપ્સ. ૧. રેસીપીમાં જણાવ્યા મુજબ તાજા ટમેટાના પલ્પનો જ ઉપયોગ કરો અને તૈયાર ટોમેટો પ્યુરીનો ઉપયોગ ન કરો. ૨. કૃપા કરીને નોંધ કરો કે આ રેસીપીમાં તાજા નાળિયેરનો જ ઉપયોગ કરે છે અને સૂકા નાળિયેરનો નહીં.

Green Peas Amti, Maharashtrian Matar Ambti recipe In Gujarati

લીલા વટાણાની આમટી ની રેસીપી - Green Peas Amti, Maharashtrian Matar Ambti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ ૧/૪ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૫૦ મિલીમીટર (૨”) નો તજનો ટુકડો
૧ ટીસ્પૂન જીરૂ
લવિંગ
કાળા મરી
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
લસણ
૨ કપ મોટા સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, નાળિયેર, આખા ધાણા, તજ, જીરૂ, લવિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.
  3. તે ઠંડુ થાય તે પછી તેને મિક્સરમાં થોડા પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. હવે ટમેટાને મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
  5. બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં લીલા વટાણા, ટમેટાનું પલ્પ, મીઠું, અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  7. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Reviews