આમળાનો મુરબ્બો ની રેસીપી | Amla Murabba, Rajasthani Recipe

એક સદાય મનપસંદ એવી આ રાજસ્થાની વાનગી એટલે આમળાનો મુરબ્બો, જે કોઇ પણ ભોજન સાથે આરોગી શકાય એવું છે અને એવું સ્વાદિષ્ટ પણ છે કે તેને તમે કોઇ પણ સમયે કોઇ પણ કારણ વગર એક ચમચો ભરીને ખાવાની ઇચ્છાને પણ રોકી નહીં શકો.

આ વાનગીમાં નરમ રાંધેલા મીઠાસવાળા અને મધુર આમળામાં ભારતીય મસાલા જેવા કે એલચી અને કેસરની સુગંધ તેને આનંદદાયક બનાવે છે. જો કે આ મુરબ્બો બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, પણ તે બનાવવાની મહેનત તમને જરૂર વળતર રૂપ છે. આ મુરબ્બો સામાન્ય તાપમાનમાં હવાબંધ બરણીમાં લગભગ ૬ મહીના તાજું રહી શકે છે.

Amla Murabba, Rajasthani Recipe In Gujarati

This recipe has been viewed 8615 times



આમળાનો મુરબ્બો ની રેસીપી - Amla Murabba, Rajasthani Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે
૨૦ આમળા
૨ ૧/૨ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
થોડા કેસરના રેસા
કાર્યવાહી
    Method
  1. આમળાનો મુરબ્બો ની રેસીપી બનાવવા માટે, આમળાને બહુ સારી રીતે ધોઇ લીધા પછી તેની પર ફોર્ક (fork) વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર ૧૦ મિનિટ સુધી બાફી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૩ કપ પાણીમાં સાકર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં આમળા ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૩૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી અથવા આમળા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી રાંધી લો. તે પછી પૅનને ઢાંકણ વડે ઢાંકીને આમળા સંપૂર્ણ પરિપકવ થવા માટે ૨ દીવસ બાજુ પર રાખો.
  5. બે દીવસ પછી આમળાને ચાસણીમાંથી નીતારીને બન્નેને બાજુ પર રાખો.
  6. હવે સીરપને તે જ પૅનમાં નાંખી, તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરી, સારી રીતે મિક્સ કરીને ઉંચા તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. હવે નીતારીને રાખેલા આમળા ફરીથી આ ચાસણીમાં ઉમેરી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. આમ તૈયાર થયેલા આમળાને સંપૂર્ણ ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરીને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews