કોબીને કાંદાની રોટી ની રેસીપી | Cabbage and Onion Roti, Low Salt Recipe

બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે.

કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મોઢામાંથી લાળ બહાર આવી જાય. લસણ અને કાંદા આ રોટીમાં સુગંધ સાથે તેને બનાવવામાં મદદરૂપ તો છે એ ઉપરાંત તે હ્રદયની તકલીફ ધરાવનાર તથા રક્તના ઉંચા દાબ ધરાવનાર લોકોને માટે અતિ ફાયદાકારક છે.

Cabbage and Onion Roti, Low Salt Recipe In Gujarati

કોબીને કાંદાની રોટી ની રેસીપી - Cabbage and Onion Roti, Low Salt Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો

કોબીને કાંદાની રોટી ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઘંઉનો લોટ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન મીઠું
ઘંઉનો લોટ , વણવા માટે
૧ ૧/૨ ટીસ્પૂન તેલ, રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. કોબીને કાંદાની ની રોટી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લો.
  2. આ કણિકના 6 સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને 150 મી. મી. (6")ના વ્યાસના ગોળાકારમાં સૂકા ઘંઉના લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર વણેલી રોટલીને મૂકી ¼ ટીસ્પૂન તેલની મદદથી મધ્યમ તાપ પર તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક 3 અને 4 મુજબ બીજી 5 રોટી તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews