વિગતવાર ફોટો સાથે પાલક પનીર ની રેસીપી
-
પાલક પનીર બનાવવા માટે, આપણને લગભગ ૪ ઝૂડી પાલકની જોઇશે.
-
તે પછી પાલકના પાનની નીચેનો ભાગ એટલે કઠણ દાંડી કાપી લેવી.
-
હવે પાલકના પાનને ચારણી કે ગરણીમાં મૂકી સારી રીતે પાણી વડે ધોઇને તેની પર લાગેલો મેલ કાઢી લેવો.
-
હવે પાલકના પાનને સાફ કરી સૂકી જગ્યા પર મૂકીને તેને સમારી લો. સમારેલી પાલક લગભગ ૧૦ કપ જેટલી તૈયાર થશે.
-
હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરો.
-
જ્યારે પાણી ઉકળવા માંડે, ત્યારે તેમાં પાલક ઉમેરી લો.
-
આમ પાલકને લગભગ ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળી લો. જો તમે તેને વધુ સમય ઉકાળશો, તો પાલકનો રંગ ફીક્કો પડશે અને પાલક પનીરની ગ્રેવી કાળી બનશે.
-
હવે પાલકને ગરણી વડે ગાળી લો.
-
હવે આ ગરણીને ઠંડા પાણીના નળ નીચે મૂકી પાલકને ઠંડી અને તાજી કરી લો. આમ કરવાથી પાલક વધારે રંધાશે નહીં. યાદ રાખજો કે આ પાલક પનીરની રેસીપીમાં એક મહત્વની વાત છે, કારણ કે આપણને વધુ રંધાઇ ગયેલી પાલક નથી જોઇતી.
-
હવે જ્યારે પાલક ઠંડી થઇ જાય, ત્યારે તેને મિક્સરની જારમાં મૂકો
-
મિક્સરમાં ફેરવીને તેની સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો. પ્યુરીનું બંધારણ આવું હોવું જોઇએ.
-
હવે એક કઢાઇ અથવા ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો.
-
તે પછી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
-
તે પછી તેમાં લસણ ઉમેરો.
-
તેની સાથે આદૂ પણ ઉમેરી લો. જો તમે જૈન હો, તો આ પાલક પનીરની વાનગીમાં કાંદા, લસણ અને આદૂનો ઉપયોગ ટાળી શકો છો.
-
હવે તેમાં લીલા મરચાં ઉમેરો. મરચાં ઝીણા સમારેલા હોવા જોઇએ અથવા જો તમારી પાસે લીલા મરચાંની પેસ્ટ તૈયાર હોય, તો તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. બજારમાં લીલા મરચાંની પેસ્ટ તૈયાર મળે છે અથવા તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો.
-
અંતમાં તેમાં હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
-
હવે તેમાં ટમેટાની પલ્પ મેળવી, સતત હલાવતા રહી, સાંતળી લો જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ છુટું પડે. પલ્પ તથા કાંદા બરોબર રંધાઇને તેમાં રહેલું ભેજનું બાષ્પીભવન થઇ જશે, ત્યારે મિશ્રણ પર તેલનું પડ નજરે પડશે. તાજા ટમેટાનું પલ્પ તૈયાર કરવાની પધ્ધતિ અહીં રજૂ કરી છે.
-
હવે તેમાં પાલકની પ્યુરી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
-
તે પછી તેમાં મીઠું મેળવો.
-
તે ઉપરાંત ગરમ મસાલો પણ મેળવી લો, જેથી પાલક પનીરને સરસ મજાનો સ્વાદ મળે. અમે ગરમ મસાલો શરૂઆતમાં નથી ઉમેર્યો કારણ કે આમ કરવાથી શાકમાં થોડી કડવાશ આવી જાય છે.
-
અંતમાં પાલક પનીરમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો. ક્રીમને વધુ સમય રાંધવાનું નથી, નહીં તો તે વિભાજિત થઇ જશે.
-
હવે તેમાં પનીર મેળવી, હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
-
ગાર્લીક નાન સાથે આ પાલક પનીર ગરમ-ગરમ પીરસો.
-
પાલકને 2 થી 3 મિનિટ માટે બ્લાંચ કરો. જો તમે પાલકને લાંબા સમય સુધી ઉકાળ શો, તો પાલક તેનો રંગ ગુમાવી દેશે અને પાલક પનીરની ગ્રેવી કાળી પડી જશે.
-
પાલકને તાજું કરવા માટે સ્ટ્રેનરને ઠંડા પાણીની નીચે હલાવો. આ પાલકની રંધાવાની પ્રક્રિયા બંધ કરે છે. પાલક પનીર રેસીપીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તમે પાલકને વધારે પડતો પકવવા માંગતા નથી.
-
અમે ગરમ મસાલાને શરૂઆતમાં ઉમેરતા નથી કારણ કે અગાઉ ઉમેરવાથી તે કડવું બનાવશે.