બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ | Baked Spaghetti in Tomato Sauce

બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ એક પાસ્તાની ખાસ મનગમતી ડીશ છે જેનો સ્વાદ દરેકને ગમે એવો છે. અહીં સ્પૅગેટીને સુગંધી ટમેટા સૉસમાં રાંધીને ચીઝ વડે સજાવીને બેક કરવામાં આવે છે. જ્યારે પાસ્તા માટે ટમેટા સૉસ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં સારા પ્રમાણમાં તાજું ક્રીમ ઉમેરવું જેથી તેનો સ્વાદ જીભને ગમતો બનશે અને સુગંધ પણ સરસ મળશે. બેક સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ તૈયાર કરવું અતિ સરળ હોવાથી અને તેમાં વપરાતી વિવિધ વસ્તુઓ રોજના વપરાશની જ હોવાથી તેને તમે ગમે ત્યારે બનાવી શકો છો. સાદા ટોસ્ટ કે પછી ગાર્લિકવાળા કોર્ન-ટમેટા ચીઝ ટોસ્ટ કે પછી કોઇ પણ ચીઝ ટોસ્ટ સાથે આ વાનગી પીરસીને સંપૂર્ણ જમણનો આનંદ માણો.

Baked Spaghetti in Tomato Sauce recipe In Gujarati

બેક્ડ સ્પૅગેટી ઈન ટમૅટો સૉસ - Baked Spaghetti in Tomato Sauce recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ રાંધેલી સ્પૅગેટી
૨ કપ સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ કપ સમારેલા સિમલા મરચાં
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૪ ટેબલસ્પૂન ટમેટા કેચપ
મીઠું, સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૨ ટીસ્પૂન માખણ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી લીધા પછી મિશ્રણ બાજુ પર રાખો.
  3. બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. ૫. તે પછી તેમાં તૈયાર કરેલું ટમેટાનું મિશ્રણ, સાકર, મરચાં પાવડર, ટમેટા કેચપ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તે પછી તેમાં સ્પૅગેટી અને ક્રીમ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. આમ તૈયાર થયેલી સ્પૅગેટીને બેકીંગ ડીશમાં રેડી તેની પર સરખા પ્રમાણમાં ચીઝ છાંટી લીધા પછી સરખા અંતરે થોડું-થોડું માખણ પણ પાથરી લો.
  8. આમ તૈયાર કરેલી ડીશને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
  9. તરત જ પીરસો.

Reviews