રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | Rajma Wrap તરલા દલાલ રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe in gujarati | with 36 amazing images. રાજમા રેપ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ વન-ડિશ મિલ માટે પણ એક આદર્શ ભોજન છે. સ્વાદિષ્ટ રાજમાના પૂરણ સાથે દહીંનું ડ્રેસિંગ એક મજેદાર વ્યંજન બનાવે છે, જેને તમે ચુકવા નહીં માગશો. રાજમા રેપ રેસીપી માટેની ટિપ્સ. ૧. અગાઉથી રેસીપીની યોજના બનાવો. રાજમાને રાતભર અથવા ઓછામાં ઓછા ૮ કલાક પલાળી રાખવાનું યાદ રાખો. ૨. રાજમાને ઓછામાં ઓછી ૬ સિસોટી કે તેથી વધુ સમય માટે પ્રેશર કરો જેથી તે સારી રીતે રંધાઈ જાય. જો કે, તે મશી ન થવા જોઈએ. Post A comment 11 Apr 2023 This recipe has been viewed 2073 times राजमा रोल रेसिपी | राजमा रैप्स | हेल्दी राजमा रैप | - हिन्दी में पढ़ें - Rajma Wrap In Hindi rajma wrap recipe | healthy rajma wrap | Indian stuffed kidney bean wrap | - Read in English Rajma Wrap Video રાજમા રેપ રેસીપી - Rajma Wrap recipe in Gujarati Tags આખા ઘઉંની વાનગીઓરૅપ્સ્ વાનગીઓ, રોલ્સ રેસિપિરોલ્સરક્ષાબંધન રેસીપીમધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪ રેપ માટે મને બતાવો રેપ ઘટકો રોટી માટે૧ કપ ઘઉંનો લોટ૧ ટેબલસ્પૂન તેલ એક ચપટી મીઠું ઘઉંનો લોટ , વણવા માટેરાજમા પૂરણ માટે૧ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧ ટેબલસ્પૂન ધાણા-જીરું પાવડર૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧ ૧/૨ કપ ઝીણા સમારેલા ટામેટાં૧ ટેબલસ્પૂન ટોમેટો કેચપ૧ કપ પલાળેલા અને બાફેલા રાજમા , હલ્કા મસળેલા૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસારમિક્સ કરીને દહીંનું ડ્રેસિંગ૧/૨ કપ દહીં , જેરી લીધેલું૧/૨ કપ ખમણેલી કાકડી૧/૨ કપ ખમણેલું ગાજર મીઠું , સ્વાદાનુસારરાજમા રેપ માટે અન્ય સામગ્રી૨ ટીસ્પૂન મરચા-લસણની ચટણી૪ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા કાંદાના પાન કાર્યવાહી રોટલી બનાવવા માટેરોટલી બનાવવા માટેએક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો. બાજુ પર રાખો.કણિકને ૪ સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને ૨૦૦ મી. મી. (૮”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને બંને બાજુ રોટલીને હલ્કી શેકી લો. બાજુ પર રાખો.રાજમાનું પૂરણ બનાવવા માટેરાજમાનું પૂરણ બનાવવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં આદુ અને લસણ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તેમાં હળદર પાવડર, મરચું પાવડર અને ધાણા-જીરું પાવડર ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.ટામેટાં અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.ટોમેટો કેચપ અને રાજમા ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તેમાં કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.રાજમા રેપ બનાવવા માટે આગળની રીતરાજમા રેપ બનાવવા માટે આગળની રીતપીરસતા પહેલા, એક નોન-સ્ટીક તવા પર રોટલી ગરમ કરો.રોટલીને સ્વચ્છ સૂકી સપાટી પર મૂકો અને તેના પર ૧/૨ ટી-સ્પૂન મરચા-લસણની ચટણી સરખી રીતે ફેલાવો.રોટલીની મધ્યમાં એક હરોળમાં તૈયાર રાજમાના પૂરણનો ૧/૪ ભાગ ફેલાવો અને તેના પર ૧/૪ ભાગ દહીંનું ડ્રેસિંગ ફેલાવો.તેના પર ૧ ટેબલ-સ્પૂન લીલા કાંદાના પાન ફેલાવો અને રોટલીને ચુસ્ત રીતે રોલ કરો.બાકીની સામગ્રી સાથે ૩ વધુ રેપ બનાવો.રાજમા રેપને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન