વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | Valor Papdi Nu Shak, Winter Sabzi

વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | valor papdi nu shaak recipe in gujarati | with 30 amazing images.

વાલોળ પાપડી નું શાક એ ઘરેલું અને સ્વાદિષ્ટ શિયાળામાં બનતું શાક છે, જેનો સ્વાદ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગુજરાતી પાપડી નુ શાક બનાવવા માટે તાજી અને રસદાર વાલોળ પાપડીને રાઇના પરંપરાગત વધાર અને લસણની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ જેવા મિશ્રણથી તેનો સ્વાદ વધારવામાં આવે છે.

નારિયેળ આ શિયાળા સ્પેશિયલ શાક રેસીપીના સ્વાદમાં વધારો કરે છે અને તે મોંમાં પણ સરસ અહેસાસ આપે છે. ઠંડા શિયાળાના દિવસ માટે આ એક સૌથી આરામદાયક ખોરાક છે!

Valor Papdi Nu Shak, Winter Sabzi recipe In Gujarati

વાલોળ પાપડી નું શાક રેસીપી - Valor Papdi Nu Shak, Winter Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વાલોળ પાપડી ના શાક માટે
૨ ૧/૨ કપ બારીક સમારેલી વાલોર પાપડી
૩ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર
૪ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન લસણ ની પેસ્ટ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન હિંગ
એક ચપટી બેકીંગ સોડા
૧ ટીસ્પૂન લીંબુનો રસ

પીરસવા માટે
રોટલી
કાર્યવાહી
વાલોળ પાપડી નું શાક બનાવવા માટે

    વાલોળ પાપડી નું શાક બનાવવા માટે
  1. વાલોળ પાપડી નું શાક બનાવવા માટે, એક બાઉલમાં નારિયેળ, કોથમીર, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, સાકર અને મીઠું ભેગું કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ અને હિંગ નાખીને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
  3. તેમાં વાલોર પાપડી અને બેકીંગ સોડા ઉમેરી, ઢાંકણ ઢાંકીને મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. નાળિયેર-કોથમીરનું મિશ્રણ ઉમેરો, હળવા હાથે મિક્સ કરો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધો.
  5. લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  6. વાલોળ પાપડી ના શાક ને ગરમ ગરમ રોટલી સાથે પીરસો.

Reviews