ચીઝી પૅપર રાઇસ | Cheesy Pepper Rice, Mexican Cheesy Pepper Rice

જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ જરૂર કરીએ, પણ હવે એવો સમય આવ્યો છે કે દુનિયાના બીજા ભાગોમાં બનતી ભાતની વાનગીઓને પણ આપણે આપણી જમવાની ટેબલ પર રજૂ કરવી પસંદ કરીએ છીએ. જ્યારે તમને આવી આંતરરાષ્ટ્રીય વાનગી આરોગવાનો મન થાય ત્યારે આ ચીઝી પૅપર રાઇસ જરૂર અજમાવવા જેવી વાનગી છે. વિવિધ શાકના સંયોજન અને લસણ તથા મરચાંની તીવ્રતા સાથે તેમાં ભરપુર માત્રામાં ચીઝ ઉમેરીને બનતી આ વાનગીની અતિ તીવ્ર સુવાસ અને મધુર રચના યુવાનો અને વયસ્કોને પણ આકર્ષક કરે એવી છે. તેની મજા તો જ્યારે તમે તેને તાજી અને ગરમ ગરમ ચાખો ત્યારે જ મળશે.

Cheesy Pepper Rice, Mexican Cheesy Pepper Rice recipe In Gujarati

This recipe has been viewed 4020 times



ચીઝી પૅપર રાઇસ - Cheesy Pepper Rice, Mexican Cheesy Pepper Rice recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત માટે
૧ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
૩ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી સામગ્રી
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
૩/૪ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (લીલા , લાલ અને પીળા)
૨ ટેબલસ્પૂન સમારેલા સૂકા લાલ કાશ્મીરી મરચાં
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧/૪ કપ ખમણેલું ચીઝ
કાર્યવાહી
ભાત માટે

    ભાત માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં ચોખા મેળવીને મધ્યમ તાપ પર તેને ૩ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ૩ કપ પાણી મેળવી, હળવેથી મિક્સ કરીને પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. બાજુ પર મુકી દો.

આગળની રીત

    આગળની રીત
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં લાલ કાશ્મીરી મરચાં નાંખીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. આ સાંતળેલા લાલ મરચાં, લસણ અને ૨ ટેબલસ્પૂન પાણી મિક્સરમાં મેળવી કરકરી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં મરચાં-લસણની કરકરી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. છેલ્લે તેમાં ભાત અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews