બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | Bajra, Rice and Sprouts Moong Puda

બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | bajra rice and sprouted moong puda in Gujarati | with 20 amazing images.

ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા ઓછા મસાલાવાળા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે.

ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમયે નાસ્તા માટે બનાવી શકાય છે.

Bajra, Rice and Sprouts Moong Puda recipe In Gujarati

This recipe has been viewed 11587 times

बाजरा, राईस एण्ड स्प्राउट्स मूंग पुडा - हिन्दी में पढ़ें - Bajra, Rice and Sprouts Moong Puda In Hindi 


બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી - Bajra, Rice and Sprouts Moong Puda recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫ પુડલા માટે
મને બતાવો પુડલા

ઘટકો

ખીરા માટે
૧/૨ કપ બાજરીનો લોટ
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૨ કપ તાજું વલોવેલું દહીં
૧/૨ કપ ફણગાવેલા મગ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર

અન્ય સામગ્રી
તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
ખીરા માટે

    ખીરા માટે
  1. એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.
  2. હવે તેમાં હળદર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી, ગરમ કરો.
  2. તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમાચા વડે ફેલાવીને ૭૫ મી. મી. (૩”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  3. હવે તેને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. ઉપર પ્રમાણે, બાકીના ખીરામાંથી બીજા ૧૪ પુડલા બનાવો.
  5. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. જો તમને પુડલા ઉતારવામાં તકલીફ પડે તો, ખીરામા ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ મેળવી, સારી રીતે મિક્સ કરી, પુડલા ઉતારવા.

Reviews