You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ જમણની સાથે > ચાઇનીઝ રાઇસ ચાઇનીઝ રાઇસ રેસીપી | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese Rice, Chinese Cooked Rice તરલા દલાલ ચાઇનીઝ રાઇસ બનાવવાની એક ખાસ રીત છે, જે વડે ચોખા સારી રીતે રંધાઇને દાણાદાણ છુટા બનીને શેઝવાન ફ્રાઇડ રાઇસ જેવી કે પછી ૫-સ્પાઇસ મશરૂમ રાઇસ જેવી વાનગી બનાવી શકાય અને સ્ટર-ફ્રાય અને સૂપ જેવી વાનગીમાં પણ આ ભાતનો કરી શકાય છે. અહીં તમને ખ્યાલ આવ્યો જ હશે કે ભાત અને નૂડલ્સ્ રાંધવાની ચાઇનીઝ રેસીપીમાં સમાનતા એ છે કે બન્ને વાનગીમાં રાંધવા માટે તેલ અને તેને તાજા કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભાત નરમ બને અને લોંદો ન થઇ જાય. Post A comment 20 Apr 2021 This recipe has been viewed 7572 times चाइनीज स्टीम्ड राइस रेसिपी | पके हुए चाइनीज चावल | उबले हुए चावल चाइनीज स्टाइल | चाइनीज व्यंजनों के लिए चावल कैसे पकाएं - हिन्दी में पढ़ें - Chinese Rice, Chinese Cooked Rice In Hindi Chinese steamed rice recipe | cooked Chinese rice | boiled rice Chinese style | how to cook rice for Chinese recipes - Read in English ચાઇનીઝ રાઇસ - Chinese Rice, Chinese Cooked Rice recipe in Gujarati Tags ચાયનીઝ જમણની સાથેચાયનીઝ આધારીત વ્યંજનભારતીય લંચ રેસિપીનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧ મિનિટ   પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૪૬ મિનિટ    ૩.૫કપ માટે મને બતાવો કપ ઘટકો ૧ કપ બાસમતી ચોખા૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન મીઠું કાર્યવાહી Methodચોખાને સારી રીતે ધોઇ એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી તેમાં મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ ઉકળતા પાણીમાં ચોખા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેને ગરણી વડે ગાળી પાણી નીતારી લો. તે પછી આ ચોખા વધુ ન રંધાઇ જાય તે માટે તેની ઉપર ઠંડું પાણી રેડો.હવે ખાત્રી કરી લો કે ચોખામાંથી બધુ પાણી નીકળી ગયું છે અને ચોખામાં થોડી પણ ભીનાશ રહી નથી.હવે તેમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી તેને હળવેથી મિક્સ કરી લો.આ રાંધેલા ભાતને એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડી થવા ૧૦ મિનિટ બાજુ પર રાખો.જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. વિગતવાર ફોટો સાથે ચાઇનીઝ રાઇસ ની રેસીપી ચાઇનીઝ રાઇસ રાંધવાની રીત ચાઇનીઝ રાઇસ રાંધવા માટે | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | ૧ કપ બાસમતી ચોખાને જ્યાં સુધી તમને સ્પષ્ટ પાણી ન મળે ત્યાં સુધી ચાલતા પાણીની નીચે સારી રીતે ધોઈ લો. ચોખામાંથી સ્ટાર્ચ કાઢવાથી રાંધવા પછી ચોખાનો દાણો અલગ મળે છે. એક ઊંડા બાઉલમાં નાખો અને ૩૦ મિનિટ સુધી પૂરતા પાણીમાં પલાળી લો. ગાળણીની સહાયથી ગાળી લો અને એક બાજુ રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી લો. મીઠું નાખો. તદુપરાંત, ૧ ટેબલસ્પૂન તેલ તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ઉકળતા પાણીમાં ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તેને ગાળણીનો ઉપયોગ કરીને ગાળી લો અને પાણીને બહાર કાઢી દો. આ તમને રંધાયા પછી લગભગ ૩ કપ રાઇસ આપશે. ચોખાને વધારે પડતાં રાંધતા નહીં, નહીં તો એ નરમ અને મસી થઈ થશે. ચોખા પર થોડું ઠંડુ પાણી રેડો જેથી તે વધુ ન રંધાઇ જાય. ચોખામાંથી ભેજ ન આવે તે માટે સુનિશ્ચિત રીતે બધા પાણીને નીતારી લો. બાકીના ૧ ટેબલસ્પૂન તેલ ઉમેરો. આ ચોખાને એક સાથે ચોંટતા રોકે છે. હળવેથી મિક્સ કરી લો. ખાતરી કરો કે દરેક ચોખાના દાણા તેલથી સારી રીતે કોટે થઈ જાય. ચાઇનીઝ રાઇસને | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડુ થવા ૧ થી ૨ કલાક સુધી બાજુ પર રાખો. ચાઇનીઝ રાઇસને | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese steamed rice in Gujarati | બીજી પ્લેટથી ઢાંકી દો જેથી રાઇસ સૂકાઇ ન શકે. જરૂરી મુજબ વાપરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન