You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > ઓટસ્ મટર ઢોસા ઓટસ્ મટર ઢોસા | Oats Mutter Dosa ( Fibre Rich Recipe ) તરલા દલાલ આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પીરસો. Post A comment 13 Nov 2024 This recipe has been viewed 7400 times ओटस् मटर डोसा - हिन्दी में पढ़ें - Oats Mutter Dosa ( Fibre Rich Recipe ) In Hindi oats mutter dosa | mixed vegetable oats dosa recipe | healthy oats matar dosa | instant oats dosa | - Read in English Oats Mutter Dosa Video ઓટસ્ મટર ઢોસા - Oats Mutter Dosa ( Fibre Rich Recipe ) in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજસ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજનલો કોલેસ્ટ્રોલ રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૮ઢોસા માટે મને બતાવો ઢોસા ઘટકો ઢોસાના ખીરા માટે૧ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્૧/૪ કપ અડદની દાળ મીઠું , સ્વાદાનુસારપૂરણ માટે૧ ૧/૨ ટીસ્પૂન તેલ૧/૪ ટીસ્પૂન રાઈ૧ લીલો મરચો , ચીરી પાડેલો૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ ખમણેલા ગાજર૧/૪ કપ અર્ધ-ઉકાળેલા લીલા વટાણા મીઠુ , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો૧ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન લીંબૂનો રસઅન્ય સામગ્રી૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટેપીરસવા માટે ચટણી કાર્યવાહી ઢોસાના ખીરા માટેઢોસાના ખીરા માટેઓટસ્, અડદની દાળ અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ફેરવીને ઝીણું પાવડર તૈયાર કરો.પછી તેમાં ૧ ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું નરમ ખીરૂં તૈયાર કરીને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ કાંદા અર્ધ-પારદર્શક બને ત્યાં સુધી સાંતળી લો.પછી તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં મીઠું, ચાટ મસાલો અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સારી રીતે ચોપડી લો.તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી ચમચા વડે તેને ગોળ ફેરવી ૧૭૫ મી. મી. (૭")ના વ્યાસનો ગોળ ઢોસો તૈયાર કરો.આ ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી મધ્યમ તાપ પર ઢોસો હલકા બ્રાઉન રંગનો બને ત્યાં સુધી રાંધી લો.આમ તૈયાર થયેલા ઢોસાની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, ઢોસાને વાળી લો.આ જ રીતે બાકી રહેલા ખીરા વડે ૭ ઢોસા તૈયાર કરી લો.તમારી મન ગમતી ચટણી સાથે તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:ખીરૂ તૈયાર કરીને લાંબો સમય રાખવું નહીં, નહીં તર તે ઘટ્ટ થઈ જશે અને તેથી તેને પાથરવા માટે તકલીફ થશે. Nutrient values એક ઢોસા માટેઊર્જા ૮૪ કૅલરીપ્રોટીન ૨.૯ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૧૧.૦ ગ્રામચરબી ૩.૨ ગ્રામફાઈબર ૧.૬ ગ્રામવિટામીન-એ ૧૩૦.૮ માઈક્રોગ્રામલોહ ૦.૭ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન