ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી | Chocolate Ice Cream Sundae

Chocolate Ice Cream Sundae recipe In Gujarati

This recipe has been viewed 2112 times

Chocolate Ice Cream Sundae - Read in English 


બેશક આ એક દુનીયાની અતિ પ્રખ્યાત વાનગી છે જે ભોજનના અંતે પીરસવામાં આવે છે. ચોકલેટ ખાવાના શોખીનો માટે આ ચોકલેટ-આઇસક્રીમ સન્ડે તો જાણે સ્વર્ગની એક વાનગી હોય એવી છે જેને ચોકલેટ સ્પંજ કેક, ચોકલેટ આઇસક્રીમ અને ચોકલેટ સૉસ વડે તૈયાર કરવામાં આવે છે.

આકર્ષક રીતે ગોઠવેલી વસ્તુઓ જેવી કે જેમ્સ, ચોકલેટ, વેફર રોલ્સ અને ચોકલેટ સૉસ તમારી સ્વાદ માણવાની વૃતિમાં જરૂર વધારો કરે એવી રીતે ગોઠવવામાં આવી છે. આ ચોકલેટ-આઇસક્રીમ સન્ડે તૈયાર કરી ધીરે-ધીરે એક ચમચો ખાતા જાવ અને તેનો આનંદ માણતા જાવ.

બીજા ચોકલેટ ડૅઝર્ટસ્ પણ અજમાવો.

ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી - Chocolate Ice Cream Sundae recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી બનાવવા માટે
૧ કપ ભુક્કો કરેલું ચોકલેટ સ્પંજ કેક
સ્કૂપ ચોકલેટ આઇસક્રીમ
૪ ટેબલસ્પૂન ચોકલેટ સૉસ
જેમ્સ, ઉપર છાંટવા માટે
ચોકલેટ સૉસ , ઉપર રેડવા માટે
કિટકેટ ચોકલેટની ફિંગર્સ્
ચોકલેટ વેફર રોલ્સ
કાર્યવાહી
    Method
  1. ચોકલેટ-આઇસક્રીમ સન્ડે ની રેસીપી બનાવવા માટે, પીરસવાના ગ્લાસમાં પહેલા ૧/૪ કપ ચોકલેટ કેક અને તેની ઉપર ૨ સ્કૂપ ચોકલેટ આઇસક્રીમ મૂકો.
  2. તે પછી તેની પર ૨ ટેબલસ્પૂન ચોકલેટ સૉસ સરખી રીતે રેડી, ફરી તેની પર ૧/૪ કપ ચોકલેટ કેક મૂકો.
  3. હવે તેની પર થોડી જેમ્સ ગોઠવી ફરી થોડું ચોકલેટ સૉસ સરખી રીતે રેડી લો.
  4. હવે તેને ૨ કીટકેટ ફિંગર્સ્ અને ૧ ચોકલેટ વેફર રોલ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews