સફરજનની રબડી | Apple Rabdi, Seb Rabri, Apple Rabadi

પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.

Apple Rabdi, Seb Rabri, Apple Rabadi recipe In Gujarati

This recipe has been viewed 2939 timesસફરજનની રબડી - Apple Rabdi, Seb Rabri, Apple Rabadi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ મલાઇદાર દૂધ
૨ ૧/૨ ટેબલસ્પૂન સાકર
૩/૪ કપ છાલ કાઢીને ખમણેલા સફરજન
૩ ટેબલસ્પૂન હલકી ઉકાળેલી અને સ્લાઇસ કરેલી બદામ
૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર
કાર્યવાહી
  Method
 1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં દૂધ મેળવી મધ્યમ તાપ પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા દૂઘ અડધું થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
 2. તે પછી તેમાં સાકર અને સફરજન મેળવી, મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો.
 3. તે પછી તેમાં બદામ અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 4. આમ તૈયાર થયેલી રબડી લગભગ ૨ કલાક રેફ્રીજરેટરમાં ઠંડી થવા મૂકી દો.
 5. ઠંડી ઠંડી પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. ખાસ યાદ રાખો કે સફરજનને રબડી બનાવતી વખતે જ ખમણવા, નહીં તો તે બ્રાઉન થઇ જશે.

Reviews